ફિલ્મ યે પ્રેમ મોલ લિયામાં એને આયુષ્માન ખુરાના અને શર્વરી પર ફિલ્માવામાં આવ્યો છે
ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’નો હિસ્સો છે આ ગરબો
આ નવરાત્રિ પર ગાયક-સંગીતકાર હિમેશ રેશમિયા એક નવો ગરબો લઈને આવ્યા છે. ‘જય અંબે બોલ’ જેવા શબ્દો ધરાવતો આ ગરબો સૂરજ બડજાત્યાની ૨૭ નવેમ્બરે રિલીઝ થનારી આગામી ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’નો હિસ્સો છે અને દર્શકોનું દિલ જીતી રહ્યો છે. આયુષ્માન ખુરાના અને શર્વરી પર ફિલ્માવવામાં આવેલો આ ગરબો હિમેશ રેશમિયાની મ્યુઝિક-કરીઅરનો પહેલો ગરબો છે.
‘જય અંબે બોલ’ ગરબાને શ્રેયા ઘોષાલ અને હિમેશ રેશમિયાએ પોતાનો અવાજ આપ્યો છે. મયૂર પુરીએ લખેલા આ ગરબાને હિમેશે પોતાના સંગીતથી વધુ ખાસ બનાવ્યો છે. ‘યે પ્રેમ મોલ લિયા’નો આ ગરબો ફિલ્મના ટાઇટલ ટ્રૅક બાદ રિલીઝ થયો છે. ૧૧ ઑક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે આ ગરબામાં લોકોને સારો એવો રસ પડ્યો છે.
