મુંબઈ ઉપરાંત થાણે એમઆઇડીસીમાં પણ પાણીની પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં પાણીપુરવઠો કરવામાં આવે છે એ ૨૪૦૦ મિલીમીટર વ્યાસની પાઇપલાઇનને રિપેર કરવા માટે ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના પાણીપુરવઠા વિભાગે બંધ કરી દીધી હતી. આથી આજે સાંજે પાંચ વાગ્યા સુધી એલબીએસ રોડ પર આવેલા કુર્લા, બાંદરા ટર્મિનસ, ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ રોડ, સીપ્ઝ, એમઆઇડીસી સહિત ભાંડુપ, અંધેરી-ઈસ્ટ, બાંદરા-ઈસ્ટ તેમ જ સાયન અને માટુંગામાં પાણી નહીં આવે.
મુંબઈ ઉપરાંત થાણે એમઆઇડીસીમાં પણ પાણીની પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે એટલે થાણેના કલવા, મુમ્બ્રા અને દિવા સહિત મીરા-ભાઈંદરમાં પણ આજે પાણીપુરવઠો બંધ રહેશે. પાણી સપ્લાય કરવામાં નહીં આવે એટલે સુધરાઈએ લોકોએ પાણી સાચવીને વાપરવાની સલાહ આપી છે.

