તેમની માગણી મુજબ CSMT જતી બધી જ ફાસ્ટ ટ્રેનોને દિવા સ્ટેશન પર હૉલ્ટ મળે અને મુંબ્રા તેમ જ દિવા સ્ટેશન પર ઍમ્બ્યુલન્સ ઉપલબ્ધ થવી જોઈએ
દિવા સ્ટેશનની બહાર ભૂખ હડતાળ પર બેઠેલા લોકો.
દિવા સ્ટેશન પર વધુ ફાસ્ટ ટ્રેનોને હૉલ્ટ અપાય એ માટે રેલવે મુસાફર સંગઠનો દિવા સ્ટેશનની બહાર ભૂખ-હડતાળ પર ઊતર્યા હતા. તેમની માગણી કબૂલીને સેન્ટ્રલ રેલવેના અધિકારીઓએ સપ્ટેમ્બર મહિનાથી રેલવેના ટાઇમટેબલમાં ફેરફાર કરીને દિવા સ્ટેશન પર થોભતી ફાસ્ટ ટ્રેનોની સંખ્યામાં વધારો કરવાનું આશ્વાસન આપ્યું હતું. એને લીધે આંદોલનકારીઓએ હડતાળ પાછી ખેંચી હતી, પરંતુ દિવાની જેમ બીજાં સ્ટેશનો પણ હૉલ્ટની માગણી કરે એવી શક્યતાઓ વધી ગઈ છે.

ADVERTISEMENT
રેલવેના અને RPFના અધિકારીઓને માગણીઓની અરજી આપતા ચળવળકર્તાઓ.
મુંબ્રામાં બનેલી દુર્ઘટના બાદ ૧ જુલાઈથી દિવા સ્ટેશનની બહાર આંદોલનકારીઓએ ભૂખ-હડતાળ શરૂ કરી હતી. તેમની માગણી મુજબ CSMT જતી બધી જ ફાસ્ટ ટ્રેનોને દિવા સ્ટેશન પર હૉલ્ટ મળે અને મુંબ્રા તેમ જ દિવા સ્ટેશન પર ઍમ્બ્યુલન્સ ઉપલબ્ધ થવી જોઈએ. સેન્ટ્રલ રેલવે દ્વારા આ માગણીઓનો આંશિક સ્વીકાર કરવામાં આવ્યો છે.


