BMC ઉપરાંત ભારત સરકારના પર્યાવરણ ખાતાએ ૨૦૧૬ની પાંચમી ડિસેમ્બરે આરે કૉલોનીને પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર જાહેર કર્યો હતો
પ્રતીકાત્મક તસવીર
આરે મિલ્ક કૉલોનીમાં ઝૂંપડપટ્ટી તોડી પાડવામાં આવી હતી અને એના રીડેવલપમેન્ટ માટે આરે કૉલોનીમાં ૩૩.૬ એકર જમીન આપવાનો નિર્ણય ૨૦ વર્ષ પૂર્વે ૨૦૦૬ની ૨૮ જૂને ગવર્નમેન્ટ રેઝલ્યુશન (GR) બહાર પાડીને અપાયો હતો. જોકે આ નિર્ણયને સરકારે હવે સત્તાવાર રીતે રદ કર્યો છે.
આરે કૉલોની પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ છે અને BMCએ એને ગ્રીન ઝોનમાં સામેલ કરી હોવાથી અહીં કોઈ પણ પ્રકારના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ કે નવા બાંધકામના પ્રોજેક્ટ હાથ ધરી ન શકાય એમ કહીને સરકારે ૨૦ વર્ષ જૂનો GR રદ કર્યો છે.
ADVERTISEMENT
આરે ૨૦૧૬માં ગ્રીન ઝોન જાહેર થયો હતો
BMC ઉપરાંત ભારત સરકારના પર્યાવરણ ખાતાએ ૨૦૧૬ની પાંચમી ડિસેમ્બરે આરે કૉલોનીને પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર જાહેર કર્યો હતો. ૨૦૨૫માં અહીં રીડેવલપમેન્ટની મંજૂરી આપતા GRને પડકારતી રિટ પિટિશન અને જનહિતની યાચિકા અદાલતમાં દાખલ કરવામાં આવી હતી. એની સુનાવણી દરમ્યાન કોર્ટે ૨૦૧૬માં ભારત સરકારે આ ક્ષેત્રને પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ જાહેર કર્યાની નોંધ લીધી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ વાતને ધ્યાનમાં લઈને ૨૦૦૬ના GRને રદ કરવાના નિર્ણયને મંજૂરી આપી છે.
