Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘોડબંદર રોડ પર ગાયમુખથી ફાઉન્ટન હોટેલ સુધીની ટનલને ગ્રીન સિગ્નલ

ઘોડબંદર રોડ પર ગાયમુખથી ફાઉન્ટન હોટેલ સુધીની ટનલને ગ્રીન સિગ્નલ

Published : 10 June, 2026 08:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભાઈંદર ફ્લાયઓવર અને નવી મુંબઈ મેટ્રોના વિસ્તારના પણ પ્રોજેક્ટને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લીલી ઝંડી આપી

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


મંગળવારે યોજાયેલી મહારાષ્ટ્રના પ્રધાનમંડળની બેઠકમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈની ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે મહત્ત્વના વિવિધિ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આ બેઠકમાં ૨૨,૬૧૧ કરોડ રૂપિયાના ખર્ચે બનનારા વિવિધ પ્રોજેક્ટને મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં ઘોડબંદર રોડ પર થતી ટ્રાફિકની સમસ્યા દૂર કરવા ગાયમુખથી ફાઉન્ટન હોટેલ સુધી ટનલ, ભાઈંદર ફ્લાયઓવરના ૧૭.૩૬ કરોડ રૂપિયાના, નવી મુંબઈ મેટ્રો 1A અને 2ના ૫.૫૭૫ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને પણ મંજૂરી અપાઈ છે. 

ગાયમુખથી ફાઉન્ટન સુધી ૫.૮૬ કિલોમીટરની ટનલ બનશે



મંજૂર થયેલા પ્રોજેક્ટમાં ગાયમુખથી ફાઉન્ટન હોટેલ વચ્ચે ૫.૮૬ કિલોમીટરની ૬ લેનની ટનલ તેમ જ ફાઉન્ટન હોટેલથી ભાઈંદરને જોડતા ૯.૫૮ કિલોમીટરના ૬ લેનના પ્રોજેક્ટનો સમાવેશ છે. આ પ્રોજેક્ટને પગલે પશ્ચિમમાં થાણે, કલ્યાણ-ડોમ્બિવલી, નાશિક, પનવેલ અને નૅશનલ હાઇવે પર થતો વાહનવ્યવહાર વધુ સરળ અને ઝડપી બનશે. અહીં બનનારી ટનલનો વ્યાસ ૧૪ મીટરનો હશે અને વસઈ ખાડીને સમાંતર બનનારા ફ્લાયઓવર પર ૧૦૦ કિલોમીટરની ઝડપે વાહન દોડાવી શકાશે. 


૧૨ લાખ પ્રવાસીઓને મળશે નવી મુંબઈની નવી મેટ્રોનો લાભ

સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન ઑફ મહારાષ્ટ્ર (CIDO)ના સાગર સંગમથી CBD બેલાપુરના નવી મુંબઈ મેટ્રો 1A પ્રોજેક્ટને પણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટને પગલે સાગર સંગમથી નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનો ૨૮ કિલોમીટરનો પ્રવાસ મેટ્રો દ્વારા કરી શકાશે. એ સિવાય નવી મુંબઈ મેટ્રો 2ના પ્રોજેક્ટને પણ મંજૂરી મળી છે જેનાથી ૧૨ લાખ જેટલા પ્રવાસીઓને લાભ મળશે.


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2026 08:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK