Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > AIની મદદ સાથે મૉન્સૂન માટે મેટ્રો તૈયાર

AIની મદદ સાથે મૉન્સૂન માટે મેટ્રો તૈયાર

Published : 10 June, 2026 07:25 AM | Modified : 10 June, 2026 08:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેટ્રો 2A, 2B, 7 અને 9 પર ૨૪૯૬ CCTV કૅમેરા, ૩૦ ઇમર્જન્સી પમ્પ, ૧૦૭૦ ઇન્સ્યુલેટર ચેકિંગ અને 24X7 ડિઝૅસ્ટર કન્ટ્રોલ સેન્ટર તથા AI આધારિત પૅન્ટોગ્રાફ મૉનિટરિંગ સિસ્ટમ ઍક્ટિવ થઈ

ઓવરહેડ વાયરનું ચાલી રહેલું સમારકામ. સ્ટેશનની અંદર પ્લૅટફૉર્મ પર પાણી ગળવાની શક્યતા બાદ ચાલી રહેલું સમારકામ.

ઓવરહેડ વાયરનું ચાલી રહેલું સમારકામ. સ્ટેશનની અંદર પ્લૅટફૉર્મ પર પાણી ગળવાની શક્યતા બાદ ચાલી રહેલું સમારકામ.


મૉન્સૂનમાં પણ મુંબઈગરાઓને સુરક્ષિત, ભરોસાપાત્ર અને સરળતાથી મેટ્રોની સર્વિસ મળી શકે એ માટે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ મહા મુંબઈ મેટ્રોની મેટ્રો 2A, 2B, 7 અને 9 પર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત પ્લાન તૈયાર કરી લીધો છે. મેટ્રો 2B અને મેટ્રો 9ની આ પહેલી મૉન્સૂન સીઝન છે. 

CCTV કૅમેરાથી વૉચ
મેટ્રોનાં કુલ ૩૯ ઍક્ટિવ સ્ટેશનો પર સ્ટેશનદીઠ ઑલરેડી ૬૪ કૅમેરા બેસાડેલા છે. આ કૅમેરાની મદદથી પૅસેન્જરોની મૂવમેન્ટ, સ્ટેશન-પરિસર, પ્લૅટફૉર્મ પરની પરિસ્થિતિ, કૉન્કૉર્સ લેવલ અને મહત્ત્વના ઑપરેશનલ ભાગો પર ૨૪ કલાક ધ્યાન રાખવામાં આવશે. 



પાણી ભરાય ત્યાં પમ્પ
જે જગ્યાએ પાણી ભરાવાની શક્યતા છે અને જે એરિયા સેન્સિટિવ છે ત્યાં ૩૦ ઇમર્જન્સી પમ્પ બેસાડવામાં આવ્યા છે. સ્ટેશન, ડેપો અને વાય ડક્ટમાં વરસાદનું પાણી ન ભરાય એ માટે એની પાઇપલાઇનમાંથી કચરો, ઝાડનાં પાંદડાં અને અન્ય વસ્તુઓ કાઢીને એને ક્લિયર કરવામાં આવી હતી. છતમાંથી પાણી ન ગળે અને પ્લૅટફૉર્મ પરના પાણીનો તરત નિકાલ થઈ જાય એ માટે ચકાસણી કરતાં પૂરતાં પગલાં લેવાયાં છે અને સમારકામ હાથ ધરાયું છે. 


ઇમર્જન્સી માટે કુલ પાંચ મેટ્રો રેક રિઝર્વ્ડ 
સમજો કે કોઈ ઇમર્જન્સી ઊભી થઈ તો એવા વખતે કામ આવી શકે એ માટે પાંચ મેટ્રો રેક રિઝર્વ્ડ રાખવામાં આવી છે. મેટ્રોની 3 મેઇન લાઇન દરેક પર એક એમ ત્રણ અને બે રેક ડેપોમાં તૈયાર રખાશે. 

કન્ટ્રોલ રૂમ ૨૪ કલાક 
મેટ્રો દ્વારા ૨૫ મેથી ૨૫ ઑક્ટોબર સુધી ૨૪ કલાક ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ કન્ટ્રોલ રૂમ સતત ૨૪ કલાક ચાલુ રહેશે અને એ પોલીસ, BMC અને અન્ય એજન્સીઓ સાથે સતત ટચમાં રહેશે. હવામાન ખાતા દ્વારા અપાતી ઑરેન્જ અને રેડ અલર્ટ વખતે એક ખાસ ટીમ કન્ટ્રોલ રૂમમાં તહેનાત હશે જે કો-ઑર્ડિનેશન રાખશે અને દર કલાકે અપડેટ આપશે. 


ચાલુ ટ્રેને પૅન્ટોગ્રાફની ચકાસણી 
મેટ્રો 2A અને મેટ્રો 7માં AI સાથેના હાઈ સ્પીડ કૅમેરાની મદદથી ટ્રેન જ્યારે દોડશે ત્યારે પૅન્ટોગ્રાફની સાથોસાથ ચકાસણી થતી રહેશે. એથી ફૉલ્ટ આવે એ પહેલાં જ એનો અંદેશો મળી જશે અને સમારકામ કરી શકાશે. એટલું જ નહીં, એ ફૉલ્ટ ઝડપથી મળી આવશે. પહેલાં એ ચકાસણી માટે ૩૦ મિનિટ લાગતી હતી અને હવે અમુક સેકન્ડમાં જ એ કામ આટોપી લેવાય છે. 

 હેલ્પલાઇન નંબર 
ટોલ-ફ્રી નંબર  
1800 889 0505 / 1800 889 0808
ઇમર્જન્સી કૉલ 
8452905434 / 8652635301 

Whatsapp-channel Whatsapp-channel

10 June, 2026 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK