Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈની ૧૦૦ વર્ષ જૂની KEM હૉસ્પિટલનું નામ બદલાશે

મુંબઈની ૧૦૦ વર્ષ જૂની KEM હૉસ્પિટલનું નામ બદલાશે

Published : 25 April, 2026 11:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૌશલ્યશ્રેષ્ઠ એકલવ્ય મેમોરિયલ હૉસ્પિટલ નામને હેલ્થ કમિટીની મંજૂરી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મુંબઈની કિંગ એડ‍્વર્ડ મેમોરિયલ (KEM) હૉસ્પિટલ હવે કૌશલ્યશ્રેષ્ઠ એકલવ્ય મેમોરિયલ (KEM) હૉસ્પિટલ તરીકે ઓળખાશે. શુક્રવારે મળેલી BMCની હેલ્થ કમિટીની બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.

સ્કિલ ડેવલપમેન્ટ મિનિસ્ટર મંગલ પ્રભાત લોઢાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે હૉસ્પિટલનું નવું નામ પણ KEM જ રહેશે, જેથી લોકોને બોલવામાં કે ટેક્નિકલ રીતે કોઈ મૂંઝવણ નહીં થાય. KEM હૉસ્પિટલની સ્થાપના અંદાજે ૧૦૦ વર્ષ પહેલાં કિંગ એડ‍્વર્ડ સાતમાની યાદમાં કરવામાં આવી હતી.



હેલ્થ કમિટીની મંજૂરી બાદ હવે આ પ્રસ્તાવ વહીવટી મંજૂરી માટે મ્યુનિસિપલ કમિશનર પાસે મોકલવામાં આવશે. ત્યાર બાદ BMCની જનરલ બૉડીની અંતિમ મહોર બાદ નામ બદલવાની પ્રક્રિયા સત્તાવાર રીતે પૂરી થશે. 


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2026 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK