Mumbai Fire: ગોરેગાવ વેસ્ટમાં એક રેસિડેન્શિયલ બિલ્ડિંગના ફ્લૅટમાં આગ લાગી હતી. આઠમા ફ્લોર પર આવેલ એક ફ્લૅટ આગની લપેટમાં આવી ગયો છે. જોકે, રાહતના સમાચાર એ છે કે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી.
પ્રતીકાત્મક તસવીર
Mumbai Fire: મુંબઈના પશ્ચિમ પરા ગોરેગાવમાં આગ લાગવાની એક ઘટના બની છે. ગોરેગાવ વેસ્ટમાં એક રેસિડેન્શિયલ બિલ્ડિંગના ફ્લૅટમાં આગ લાગી હતી. આઠમા ફ્લોર પર આવેલ એક ફ્લૅટ આગની લપેટમાં આવી ગયો છે. જોકે, રાહતના સમાચાર એ છે કે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી.
રિપોર્ટ્સ પ્રમાણે આ કારમો બનાવ (Mumbai Fire) આજે સવારે ૬.૨૦ વાગ્યે ન્યૂ લિંક રોડ પર આવેલ હાર્મની રેસીડેન્સીના ફ્લૅટમાં બન્યો હતો. મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર આ આગ જે બિલ્ડિંગમાં લાગી હતી તેમાં ગ્રાઉન્ડ ફ્લોર સહિત આઠ ફ્લોર છે. આઠમા માળે આવેલ એક ફ્લૅટમાં આ આગ લાગી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે એર-કન્ડીશનીંગ યુનિટમાં શોર્ટ સર્કિટને થવાને કારણે આગ ભભૂકી હતી. ફાયર બ્રિગેડે સવારે ૬.૨૮ વાગ્યે તેને લેવલ-૧ની આગ ડિકલેર કરી હતી અને તેના પર અંકુશ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટના બાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ, સ્થાનિક વીજળી વિતરણ કંપની, ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ અને બીએમસીના વોર્ડ સ્ટાફે આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી.
ADVERTISEMENT
જોકે, ઉપલબ્ધ તાજેતરની માહિતી (Mumbai Fire) મુજબ કોઈને પણ ઇન્જરી થઈ નથી. હાલ અધિકારીઓ આ આગને કારણે કેટલું નુકસાન થયું છે તેનો તાગ મેળવવા માટે બળી ગયેલા ફ્લૅટ અને તેની આસપાસના એરિયામાં તપાસ કરાઇ રહી છે.
જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનનું પ્રમાણ હજુ સુધી જાણી શકાયું નથી.
ચેમ્બુરના તિલક નગરમાં પણ એક રહેણાંક બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ
એક અન્ય આગની ઘટના (Mumbai Fire)ની વાત કરવામાં આવે તો મુંબઈના ચેમ્બુરના તિલક નગર વિસ્તારમાં એક રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગી હતી, એમ અધિકારીઓએ ૧૬મી સપ્ટેમ્બરના રોજ જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના સાંજે ૭.૧૫ વાગ્યાની આસપાસ બની હતી. બીએમસીના મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી)ના જણાવ્યા અનુસાર ગ્રાઉન્ડ પ્લસ પંદર માળની ઈમારતના ચોથા માળે ૪૦૨ નંબરના ફ્લૅટમાં આગ લાગી હતી. આ આગને કારણે ઇલેક્ટ્રિકલ વાયરિંગ, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન, છત, લાકડાનું ફર્નિચર અને રૂમની અંદરના દસ્તાવેજો બળી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. કોઈ મોટી હોનારત થાય તે પહેલાં ૩૩ લોકોને ઇમારતમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.બીએમસીની મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ, સંબંધિત વીજળી વિતરણ કંપની, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ અને બીએમસી વોર્ડ અને બિલ્ડિંગ અને ફેક્ટરી (બી એન્ડ એફ) સ્ટાફને ઘટના બાદ કામે લગાડવામાં આવ્યા હતા.
