Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આદિત્ય ઠાકરેએ સતીશ સાલિયનની ૫૦૦ કરોડ રૂપિયાની માનહાનિ નોટિસ ફગાવી, માફી માગવાનો સ્પષ્ટ ઇનકાર

આદિત્ય ઠાકરેએ સતીશ સાલિયનની ૫૦૦ કરોડ રૂપિયાની માનહાનિ નોટિસ ફગાવી, માફી માગવાનો સ્પષ્ટ ઇનકાર

Published : 24 September, 2026 09:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કહ્યું કે મારી સોશ્યલ મીડિયા પોસ્ટમાં ક્યાંય સતીશ સાલિયનનો ઉલ્લેખ નથી : રાજકીય રોટલા શેકાઈ રહ્યા હોવાનો અને નિવેદનોમાં વિરોધાભાસ હોવાનો વળતો દાવો

આદિત્ય ઠાકરે

આદિત્ય ઠાકરે


દિવંગત સેલિબ્રિટી મૅનેજર દિશા સાલિયનના પિતા સતીશ સાલિયન દ્વારા પાઠવવામાં આવેલી ૫૦૦ કરોડ રૂપિયાની માનહાનિની નોટિસનો શિવસેના (UBT) નેતા અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ બુધવારે કાનૂની જવાબ આપ્યો છે. આદિત્ય ઠાકરેએ સતીશ સાલિયન સામે બદનક્ષીના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે અને માફી માગવાનો કે વળતર ચૂકવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
પોતાના વકીલ મારફત મોકલાવેલા જવાબમાં આદિત્ય ઠાકરેએ સ્પષ્ટતા કરી છે કે તેમણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર અંગ્રેજી અને મરાઠીમાં મૂકેલી પોસ્ટ્સમાં સતીશ સાલિયનના નામનો ક્યાંય ઉલ્લેખ પણ કર્યો નહોતો.
જવાબમાં જણાવવામાં આવ્યું છે કે ‘આ પોસ્ટ્સ ચોક્કસ રાજકીય પરિબળો, સ્વાર્થી તત્ત્વો અને મીડિયાના એક વર્ગ દ્વારા ચલાવવામાં આવી રહેલા દુષ્પ્રચારના જવાબરૂપે હતી, જેઓ બે વખત રચાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસમાં કોઈ પણ આધારભૂત પુરાવા આપ્યા વિના સતત તેમનું નામ આ દુઃખદ ઘટના સાથે જોડી રહ્યા છે આ સમગ્ર કેસનો ઉપયોગ કેટલાક લોકો પોતાના રાજકીય એજન્ડાને આગળ વધારવા માટે કરી રહ્યા છે જે ચિંતાનો વિષય છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2026 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK