Mumbai Fire: બીજપીની ઓફિસમાં ભયાનક આગના ધુમાડા દુર સુધી ઉડ્યા, આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી
બીજેપી ઓફિસમાં લાગેલી આગ
મુંબઈ (Mumbai) ના નરીમાન પોઈન્ટ (Nariman Point) વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી - બીજેપી (Bharatiya Janata Party - BJP) કાર્યાલયમાં આગ ફાટી નીકળી હતી. રવિવારે સાંજે આગ લાગી હતી એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવારે સાંજે મુંબઈ ફાયર બ્રિગેડ (Mumbai Fire Brigade) ના અધિકારીઓએ દક્ષિણ મુંબઈ (South Mumbai) ના નરીમાન પોઈન્ટ વિસ્તારમાં એલઆઈસી હેડ ઓફિસની સામે, જીવન બીમા માર્ગ (Jeevan Bima Marg) પર સ્થિત બીજેપી પાર્ટીના કાર્યાલયમાં આગની જાણ કરતા ઈમરજન્સી કોલનો જવાબ આપ્યો હતો.
ADVERTISEMENT
આ ઘટના લગભગ ૪.૩૭ કલાકે નોંધાઈ હતી. એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
બીજેપી ઓફિસમાં આગ લાગવાની માહિતીને પગલે મુંબઈ પોલીસ (Mumbai Police), બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય અને ટ્રાન્સપોર્ટ - બેસ્ટ (Brihanmumbai Electric Supply and Transport - BEST) અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ સ્ટાફ સહિત અનેક એજન્સીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નગરપાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાની માત્ર સાત મિનિટ બાદ એટલે કે ૪.૪૪ કલાકે આગ સફળતાપૂર્વક કાબૂમાં લેવામાં આવી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
જોકે, બીજેપી ઓફિસમાં લાગેલી આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
દરમિયાન, અન્ય એક ઘટનામાં મલાડ (Malad) માં મંગળવારે આઠ માળની ઈમારતની મીટર કેબિનમાં આગ ફાટી નીકળ્યા બાદ લોકો ગભરાઈને તેમના ફ્લેટની બહાર દોડી આવ્યા હતા. ત્યારે એક બાળક અને કેટલાક વરિષ્ઠ નાગરિકો સહિત ઓછામાં ઓછા ૧૪ લોકો દાઝી ગયા હતા, એમ એક અધિકારીએ અગાઉ જણાવ્યું હતું. અધિકારીએ માહિતી આપી હતી કે, મલાડના સુંદર નગર (Sundar Nagar) માં ગિરનાર ગેલેક્સી બિલ્ડિંગ (Girnar Galaxy Building) ના પ્રવેશદ્વાર પર સીડીની નીચે આવેલી કેબિનમાં સવારે ૯.૪૮ વાગ્યે આગ ફાટી નીકળી હતી. જો કે આગ દસ મિનિટથી પણ ઓછા સમયમાં કાબૂમાં આવી ગઈ હતી, જ્યારે ૧૪ વ્યક્તિઓએ પરિસરમાંથી બહાર જવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ઈજાઓ પહોંચી હતી, એમ અધિકારીએ ઉમેર્યું હતું.
ચીફ ફાયર ઓફિસર રવિન્દ્ર અંબુલગેકર (Ravindra Ambulgekar) એ જણાવ્યું હતું કે, આગની જાણ થતાં જ લોકોએ બિલ્ડીંગમાંથી બહાર જવાનો પ્રયાસ કરતાં લોકો દાઝી ગયા હતા. જો તેઓ તેમના ઘરની અંદર ફાયર બ્રિગેડને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રાહ જોતા હોત તો કોઈ ઈજા થઈ ન હોત. ઘાયલોમાં પાંચ વરિષ્ઠ નાગરિકો અને એક બાળકનો સમાવેશ થાય છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કહેવાય છે.