૨૮.૫૨ લાખ રૂપિયાની દવાઓ અને કૉસ્મેટિક્સ જપ્ત : રાજ્યવ્યાપી તપાસ-ઝુંબેશમાં ૯૩૭ એકમોની તપાસ, ૪૫૦ નોટિસો ફટકારવામાં આવી
તુકારામ મુંઢે (ફાઇલ તસવીર)
ADVERTISEMENT
તપાસ દરમ્યાન ગંભીર ખામીઓ જણાતાં દવાના વિક્રેતાઓને ૩૮૨ નોટિસો આપી હતી. ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ ઍક્ટ તેમ જ એના નિયમોના ઉલ્લંઘન બદલ ૪૯ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં અને બાવીસ લાઇસન્સ કાયમ માટે રદ કરવામાં આવ્યાં હતાં.
બોરીવલી-વેસ્ટમાં BESTની કૅન્ટીનનું અને ભાંડુપમાં ઇન્સ્ટાકાર્ટનું લાઇસન્સ સસ્પેન્ડ
મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ સ્વચ્છતામાં ગંભીર ખામીઓ અને ખાદ્ય સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન બદલ મુંબઈમાં બે ખાદ્ય સંસ્થાઓનાં લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં છે. આ સંસ્થાઓમાં બોરીવલી-વેસ્ટમાં LIC કૉલોનીમાં સાઈ આશ્રમ બસ-સ્ટૉપ પાસે મેસર્સ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની કૅન્ટીન અને ભાંડુપ-વેસ્ટમાં મેસર્સ ઇન્સ્ટાકાર્ટ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.
