Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મક્કા અને મદીનામાં ૪૦૦૦ ભારતીય યાત્રાળુઓ ફસાયા

મક્કા અને મદીનામાં ૪૦૦૦ ભારતીય યાત્રાળુઓ ફસાયા

Published : 24 October, 2026 12:36 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટૂર ઑપરેટરોના ફિક્સ પ્લાન હોવાથી યાત્રાળુઓને ભારે હાલાકી પડી રહી છે, પરંતુ ભારતીય દૂતાવાસે કન્ટ્રોલ-રૂમ શરૂ કરીને જરૂરી તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે. 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


સાઉદી અરેબિયાનાં પવિત્ર શહેરો મક્કા અને મદીનામાં હાલમાં આશરે ૪૦૦૦ ભારતીય યાત્રાળુઓ અટવાયેલા છે. મધ્ય પૂર્વમાં વધતા તનાવ અને સુરક્ષાનાં કારણોસર ઇન્ડિગો, અકાસા અને ઍર ઇન્ડિયા જેવી વિમાન-કંપનીઓએ પોતાની ફ્લાઇટ રદ કરતાં આ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. આ ગંભીર સમસ્યા વિશે સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીએ ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA) અને સરકાર પાસે માગણી કરી હતી કે ફસાયેલા મુસાફરોને તાત્કાલિક પાછા લાવવા માટે વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવે અથવા મોટાં વિમાનોનો ઉપયોગ કરવામાં આવે. તેમણે ટ્રાવેલ એજન્ટો પર પણ યાત્રાળુઓને રઝળતા મૂકી દેવાનો આક્ષેપ કર્યો હતો.
જોકે વિદેશમંત્રાલયના રણધીર જાયસવાલે જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહમાં આશરે ૩૦૦૦ ફસાયેલા યાત્રાળુઓને હેમખેમ ભારત પાછા લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય ૧૦,૦૦૦ યાત્રાળુઓ પણ તેમની નિર્ધારિત ફ્લાઇટ દ્વારા સ્વદેશ પાછા ફર્યા હતા. રિયાધસ્થિત ભારતીય દૂતાવાસ બાકીના લોકોને પાછા લાવવા ઍરલાઇન્સ સાથે સતત સંકલન કરી રહ્યું છે. ઇન્ડિગો અને અકાસાએ આગામી ૨૪ ઑક્ટોબર સુધી રિયાધ અને મદીનાની તમામ ફ્લાઇટ સ્થગિત કરી દીધી હતી. ટૂર ઑપરેટરોના ફિક્સ પ્લાન હોવાથી યાત્રાળુઓને ભારે હાલાકી પડી રહી છે, પરંતુ ભારતીય દૂતાવાસે કન્ટ્રોલ-રૂમ શરૂ કરીને જરૂરી તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2026 12:36 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK