લોકલ, મેટ્રો, મોનો અને બસમાં પ્રવાસ કરવા માટે કામ લાગશે આ સિંગલ કાર્ડ,
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથેની પ્રેસ-કૉન્ફરન્સમાં ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં તમામ પ્રકારની પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ માટે MUMBAI-1 નામનું સિંગલ કાર્ડ લૉન્ચ કરવામાં આવશે. આ સિંગલ કાર્ડથી મેટ્રો, મોનો રેલ, સબર્બન લોકલ ટ્રેન અને પબ્લિક ટ્રાન્સપોર્ટની બસમાં પ્રવાસ કરી શકાશે. એક મહિનામાં આ કાર્ડ તૈયાર થઈ જશે.



