Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીરા-ભાઈંદરમાં દોડશે ઍર-કન્ડિશન્ડ e-મિડી બસ

મીરા-ભાઈંદરમાં દોડશે ઍર-કન્ડિશન્ડ e-મિડી બસ

Published : 25 November, 2026 10:35 AM | Modified : 25 November, 2026 11:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પર્યાવરણને અનુકૂળ ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ મહારાષ્ટ્રને સૌથી વધુ ૧૩૪૦ e-બસો મંજૂર કરી છે. આ તમામ બસો ગ્રૉસ કૉસ્ટ કૉન્ટ્રૅક્ટના ધોરણે ચલાવવામાં આવશે.

મીરા-ભાઈંદરમાં ઈ-બસ ચાલશે

મીરા-ભાઈંદરમાં ઈ-બસ ચાલશે


મીરા-ભાઈંદરની પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસને મજબૂત કરવા અને ઍર-પૉલ્યુશન ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)ને તાજેતરમાં કેન્દ્ર સરકારની પ્રાઇમ મિનિસ્ટર e-બસ સેવા યોજના હેઠળ મંજૂર કરાયેલી ૧૦૫ ઇલેક્ટ્રિક બસોમાંથી ૪૨ ઍર-કન્ડિશન્ડ મિડી ઇલેક્ટ્રિક બસો મળી છે. બાકીની ૬૩ મોટી e-બસો પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પર્યાવરણને અનુકૂળ ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ મહારાષ્ટ્રને સૌથી વધુ ૧૩૪૦ e-બસો મંજૂર કરી છે. આ તમામ બસો ગ્રૉસ કૉસ્ટ કૉન્ટ્રૅક્ટના ધોરણે ચલાવવામાં આવશે. આ મૉડલ હેઠળ મુસાફરોની ટિકિટમાંથી થતી આવક મ્યુનિસિપલ કૉર્પોરેશનને મળશે, જ્યારે કૉન્ટ્રૅક્ટર બસોનું સંચાલન કરવા, ડ્રાઇવરો અને ટેક્નિશ્યનોના પગાર ચૂકવવા તેમ જ મેઇન્ટેનન્સ અને રિપેરની જવાબદારી સંભાળશે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 11:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK