આ કામને કારણે રાતના ૧૧ વાગ્યાથી સવારના ૩.૩૦ વાગ્યા સુધી બોરીવલીથી અંધેરી વચ્ચે બધી જ ફાસ્ટ ટ્રેનો સ્લો ટ્રૅક પર દોડશે
પ્રતીકાત્મક તસવીર
વેસ્ટર્ન રેલવેમાં હાલ છઠ્ઠી લાઇન બેસાડવાનું કામ ચાલી રહ્યું છે એટલે આજે રાતના ૧૧ વાગ્યાથી લઈને આવતી કાલે સવારના ૫.૩૦ વાગ્યા સુધી મેજર બ્લૉક રાખવામાં આવ્યો છે. વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર વિનીત અભિષેકે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ કામને કારણે રાતના ૧૧ વાગ્યાથી સવારના ૩.૩૦ વાગ્યા સુધી બોરીવલીથી અંધેરી વચ્ચે બધી જ ફાસ્ટ ટ્રેનો સ્લો ટ્રૅક પર દોડશે. આ બ્લૉકને કારણે કેટલીક લોકલ ટ્રેનો કૅન્સલ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનો શૉર્ટ ટર્મિનેટ કરાઈ છે. ચર્ચગેટથી બોરીવલી અને વિરાર તરફ જતી કેટલીક ટ્રેનો બ્લૉકના સમય દરમ્યાન મલાડ ખાતે ટર્મિનેટ કરી દેવાશે, જ્યારે વિરાર તરફથી આવતી કેટલીક ટ્રેન બોરીવલી ટર્મિનેટ કરી દેવાશે.’