એક કરોડ રૂપિયાનાં બિલની ચુકવણી ન કરી હોવાથી નિર્માતા બોની કપૂર સામે ફરિયાદ
બોની કપૂર (ફાઇલ તસવીર)
બૉલીવુડના જાણીતા નિર્માતા બોની કપૂર સામે આશરે એક કરોડ રૂપિયાના બિલની ચુકવણી ન કરવાના મામલે એક કમર્શિયલ સૂટ ફાઇલ કરવામાં આવ્યો છે. સૉકર વિષય પર આધારિત અજય દેવગન અભિનીત ફિલ્મ ‘મૈદાન’ના શૂટિંગ માટે કૅમેરા સહિતનાં સાધનો પૂરાં પાડનારા વેન્ડરે તેના સૂટમાં વ્યાજ સાથે રકમ ચૂકવી દેવાની માગણી કરી છે.
આ કમર્શિયલ સૂટ મેહેરાફ્રીન ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે દિંડોશીની સિટી સિવિલ કોર્ટમાં દાખલ કર્યો છે અને ઈદની રજાઓમાં ૯ કે ૧૦ એપ્રિલે રજૂ થનારી આ ફિલ્મની રિલીઝને રોકવાની માગણી કરી છે.
ADVERTISEMENT
આ મુદ્દે સંપર્ક કરવામાં આવતાં બોની કપૂરે જણાવ્યું હતું કે આ નાણાં ચૂકવી દેવા માટે મેં ખાતરી આપી દીધી હોવા છતાં આ પ્રકારે બ્લૅકમેઇલિંગ કરવામાં આવી રહ્યું છે.
જોકે સામા પક્ષે સૂટ ફાઇલ કરનારી કંપનીના ડિરેક્ટર નિનાદ નાયામપલ્લીએ કહ્યું હતું કે ‘બોની કપૂર બિલની રકમ ચૂકવી દેવા માટે અમારી પાસે ખોટા વાયદા કરે છે પણ બિલની ચુકવણી કરતા ન હોવાથી અમારે કાનૂનનો સહારો લેવો પડ્યો છે. આ પ્રોજેક્ટમાં અમે બોની કપૂર અને બીજા નિર્માતાઓની સાથે સંપર્કમાં છીએ અને શેડ્યુલ મુજબ બિલ મોકલતા રહ્યા છીએ. શરૂમાં અમારાં બિલ મંજૂર કરી દેવાયાં હતાં, પણ ૨૦૨૦ના ડિસેમ્બર બાદ એક પણ બિલ મંજૂર થયું નથી. અમે ફિલ્મના અન્ય નિર્માતાઓને તમામ વાત કર્યા બાદ લીગલ નોટિસ મોકલી હતી પણ એનો જવાબ પણ ન મળતાં અમારે આ માર્ગ અપનાવવો પડ્યો છે.
2020
આ વર્ષના ડિસેમ્બર મહિના બાદ એકેય બિલની ચુકવણી ન થઈ હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે

