અજય દેવગણની ફિલ્મ ‘મૈદાન’ ફિલ્મમાં ફૂટબૉલ ટીમના ખેલાડીઓનું પાત્ર ભજવનારા ચાર અભિનેતાઓએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિશેષ મુલાકાત કરી. રિષભ જોષી, દવિન્દર ગિલ, અમર્ત્ય રે અને તેજસ રવિશંકરે પોતાના કામ વિશે, આ ફિલ્મમાં કામ કરવાથી શું શીખવા મળ્યું તે વિશે અને તેમની વચ્ચેની દોસ્તી વિશે દિલ ખોલીને વાત કરી. તેમની મસ્તીભરી વાતોમાં મોજીલા યુથનો પરિચય તો થાય જ છે પણ આ સાથે જ એ પણ ખ્યાલ આવે છે કે દરેકનો જિંદગી પ્રત્યેનો દ્રષ્ટિકોણ એક જુદી જ ગહેરાઇ ધરાવે છે. દરેક અભિનેતાએ એ પણ શૅર કર્યું કે જ્યારે તેઓ જેનું પણ પાત્ર રીલ પર ભજવતા હતા તેમના રિયલ લાઇફ પરિવારને મળ્યા ત્યારે તેમને કેવી લાગણી થઇ. લાંબા સમય સુધી મૈદાન ફિલ્મની રિલિઝ ડેટ પાછળ ઠેલાઇ હતી પણ આ મોજીલા એક્ટર્સ કહે છે કે ધીરજ રાખતા તો શીખી ગયા પણ દોસ્તી વધુને વધુ મજબુત થઇ છે. આજે તેઓ માત્ર દોસ્તો નથી પણ એક પરિવાર જેટલી નિકટતા અનુભવે છે
27 April, 2024 06:26 IST | Mumbai