મહારાષ્ટ્ર મંદિર મહાસંઘની પરિષદમાં લેવાયેલા જ્યાં મંદિર ત્યાં સામૂહિક આરતીના નિર્ણયનો અમલ શરૂ
મહારાષ્ટ્ર મંદિર મહાસંઘ દ્વારા શિર્ડીના શ્રી સાંઈ પાલખી નિવારામાં ૨૪ અને પચીસ ડિસેમ્બરે મહારાષ્ટ્ર મંદિર ન્યાસ પરિષદનું આયોજન કરવામાં હતું
મંદિરો અને એની જગ્યાઓ પર થતાં અતિક્રમણને લઈને અતિક્રમણ તરત હટાવવામાં આવે એવી માગણી સાથે મહારાષ્ટ્ર મંદિર મહાસંઘ દ્વારા શિર્ડીના શ્રી સાંઈ પાલખી નિવારામાં ૨૪ અને પચીસ ડિસેમ્બરે મહારાષ્ટ્ર મંદિર ન્યાસ પરિષદનું આયોજન કરવામાં હતું જેમાં આ બાબતે મહત્ત્વનો નિર્ણય લઈ જ્યાં પણ મંદિર છે ત્યાં દર અઠવાડિયે મહાઆરતીનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. એ અંતર્ગત સોલાપુરના શ્રી વૈષ્ણવ મારુતિ મંદિરમાં સામૂહિક આરતીનું આયોજન કરાયું હતું. એમાં વિવિધ મંદિરોના પૂજારી અને ભક્તગણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, એવી માહિતી મહારાષ્ટ્ર મંદિર મહાસંઘના રાષ્ટ્રીય સંઘટક સુનીલ ધનવટે આપી હતી.