આ સ્થળોથી મુંબઇ- મહારાષ્ટ્રમાં આવનારાનો કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત
તસવીર સૌજન્ય જાગરણ
દિલ્હી સહિત દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં થતા વધારાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે હવે NCR, રાજસ્થાન, ગુજરાત અને ગોવાથી આવતા લોકોને કોવિડ-19 નેગેટિવ રિપોર્ટ લાવવો ફરજિયાત કરી દીધો છે.
કોરોના મહામારી પર નિયંત્રણ માટે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે આ પગલું લીધું છે. આ પગલાંની જાહેરાત કરતા મહારાષ્ટ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે હવે દિલ્હી-એનસીઆર, ગુજરાત, રાજસ્થાન અને ગોવામાંથી હવે ફક્ત તે પ્રવાસીઓને જ મહારાષ્ટ્રમાં પ્રવેશની પરવાનગી મળશે જેમની પાસે તેમનો કોવિડ ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ હશે. આ શરત વિમાન અને ટ્રેન, બન્ને પ્રવાસીઓ પર લાગૂ પડશે. ફ્લાઇટની સ્થિતિમાં આ રિપોર્ટ લેન્ડિંગના 72 કલાક પહેલા કરાવવો ફરજિયાત હશે જ્યારે ટ્રેન માટે આ સમયસીમા 96 કલાકની રહેશે.
ADVERTISEMENT
નોંધનીય છે કે દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં કોરોના કેસમાં થતા વધારા પર સુપ્રીમ કૉર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે. કોવિડ-19 દર્દીઓના યોગ્ય ઉપચાર અને હૉસ્પિટલમાં કોરોના દર્દીઓના શબ સાથે ગરિમાપૂર્ણ વ્યવહાર મામલે સુપ્રીમ કૉર્ટમાં સોમવારે સુનાવણી થઈ. સુપ્રીમ કૉર્ટે દિલ્હીમાં કોરોનાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી. જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે દિલ્હીમાં સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. અમે ઇચ્છીએ છીએ કે સરકારે શું વ્યવસ્થા કરી છે તેના પર વિસ્તારૂપૂર્વક અહેવાલ આપવામાં આવે. સુપ્રીમ કૉર્ટે દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને આસામમાં ઝડપથી વધી રહ્યા છે કોવિડ મામલાને પ્રબંધન, દર્દીઓને મળતી સુવિધા સહિત અન્ય વ્યવસ્થાઓ પર સ્ટેટસ રિપોર્ટ બે દિવસમાં માગ્યો છે.
સુપ્રીમ કૉર્ટે કહ્યપં કે અમે સાંંભળી રહ્યા છીએ કે આ મહિને કેસમાં પણ વધારો થયો છે. અમે બધા રાજ્યો પાસેથી એક ફ્રેશ સ્ટેટસ રિપોર્ટ ઇચ્છીએ છીએ. જો રાજ્ય સારી રીતે તૈયારી નહીં કરે તો ડિસેમ્બરમાં આથી પણ વધારે સ્થિતિ ખરાબ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે સ્થિતિ સામે લડવા માટે ઉઠાવેલા પગલાં, દર્દીઓદર્દીઓને મળતી સુવિધા સહિત અન્ય વ્યવસ્થાઓ પર સ્ટેટસ રિપોર્ટ માગ્યો છે.

