Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મિડ-ડેના કૃષ્ણ ઉત્સવમાં કૃષ્ણ ડાયરો કરતાં પહેલાં કૃષ્ણના આશીર્વાદ લેવા વૃંદાવન જશે કીર્તિદાન ગઢવી

મિડ-ડેના કૃષ્ણ ઉત્સવમાં કૃષ્ણ ડાયરો કરતાં પહેલાં કૃષ્ણના આશીર્વાદ લેવા વૃંદાવન જશે કીર્તિદાન ગઢવી

Published : 04 August, 2024 06:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વૃંદાવનની માટી લઈને હું સીધો મુંબઈ આવીશ, આવો મળીને કૃષ્ણને ભજીએ

કીર્તિદાન ગઢવી

કીર્તિદાન ગઢવી


સાયનના ષણ્મુખાનંદ ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી ઑડિટોરિયમમાં ૧૧ ઑગસ્ટે યોજાનારા ‘મિડ-ડે’ કૃષ્ણ ઉત્સવના કૃષ્ણ ડાયરોની ચર્ચા આખા શહેરમાં છે. કીર્તિદાન ગઢવી દ્વારા પહેલી વાર આ પ્રકારના એક કન્સેપ્ટ પર આધારિત કાર્યક્રમ રજૂ થવાનો છે જેમાં લોકોને કૃષ્ણનાં ગીતો અને ભજનો સાંભળવા અને માણવા મળશે.


કૃષ્ણ ડાયરો નામ સાંભળીને જ જુદું લાગે. ડાયરો તો બધાને ખબર હોય, પણ આ કૃષ્ણ ડાયરો શું છે એ વિશે વાત કરતાં કીર્તિદાનભાઈ કહે છે, ‘આપણે ત્યાં માનીએ કે ૩૩ કરોડ દેવતા છે, પરંતુ આ બધામાં અત્ર-તત્ર-સર્વત્ર જે ગવાયા છે એ છે શ્રીકૃષ્ણ. મારો કાનુડો દેશના દરેક ખૂણે જ નહીં, દુનિયાના દરેક ખૂણે ગવાયો છે. ભજનો, ગીતો કૃષ્ણનાં જેટલાં છે એટલાં કોઈ બીજા દેવતાનાં નથી તો એક ડાયરો તેમના નામે કરીએ એ વિચાર સાથે જ સર્જાયો છે કૃષ્ણ ડાયરો.’



હવે ખૂબ થોડા દિવસ જ બાકી છે ત્યારે કેવી તૈયારી ચાલે છે આ કૃષ્ણ ડાયરાની? કીર્તિદાનભાઈ કહે છે, ‘મેં આટઆટલા કાર્યક્રમો કર્યા, પરંતુ આ પ્રકારે એક થીમ અને કન્સેપ્ટ લઈને કાર્યક્રમ પહેલી વાર કરી રહ્યો છું જેમાં ફક્ત ગીતો અને ભજનો જ નહીં હોય. અમારો પ્રયત્ન એવો છે કે કૃષ્ણના જન્મથી લઈને તેમના સમગ્ર જીવનકાળના પ્રસંગોને પણ એમાં વણી લેવામાં આવે. અમારી તો પૂરેપૂરી તૈયારી છે કે મુંબઈગરાઓને નખશિખ કૃષ્ણમય કરીએ.’


કીર્તિદાન ગઢવી હાલમાં વિશ્વભ્રમણ પર છે એમ કહીએ તો કઈ ખોટું નથી. હાલમાં તેઓ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા જઈ આવ્યા અને મુંબઈનો કૃષ્ણ ડાયરો કરીને તેઓ વિશ્વભરમાં પ્રી-નવરાત્રિના પ્રોગ્રામ માટે કૅનેડા, અમેરિકા, લંડન, દુબઈ જેવા દેશોમાં જવાના છે. જોકે મુંબઈના કાર્યક્રમ માટે અતિ ખાસ ટૂરની વાત કરતાં કીર્તિદાનભાઈ કહે છે, ‘હું મુંબઈમાં પહેલી વાર કૃષ્ણ ડાયરો કરવાનો છું એ માટે કૃષ્ણના આશીર્વાદ લેવા વૃંદાવન જઈ રહ્યો છું. વૃંદાવનની માટી લઈને હું સીધો મુંબઈ આવીશ અને પછી આપણે કૃષ્ણ ડાયરો જમાવીશું. મુંબઈવાસીઓને મારું હૃદયથી આમંત્રણ છે. આવો મળીને કૃષ્ણને ભજીએ અને તેના મય થવાનો પ્રયત્ન કરીએ.’ 


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2024 06:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK