હિન્દુસ્તાની ભાઉએ ખાર પોલીસ-સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં ફારાહ ખાને હિન્દુઓની ધાર્મિક લાગણીનું અપમાન કર્યું હોવાનો આરોપ કરીને તેમની સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે
ફારાહ ખાન
વિખ્યાત ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફારાહ ખાન સામે ‘બિગ બૉસ ૧૩’માં જોવા મળેલા હિન્દુસ્તાની ભાઉ તરીકે ઓળખાતા વિકાસ પાઠકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હિન્દુસ્તાની ભાઉએ ખાર પોલીસ-સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં ફારાહ ખાને હિન્દુઓની ધાર્મિક લાગણીનું અપમાન કર્યું હોવાનો આરોપ કરીને તેમની સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. થોડા દિવસ પહેલાં કુકિંગ રિયલિટી શો ‘સેલિબ્રિટી માસ્ટરશેફ’માં જોવા મળતી ફારાહ ખાને હિન્દુઓના તહેવાર હોળી વિશે વાંધાજનક વાત કહી હતી એનો વિડિયો વાઇરલ થયો છે.
ફારાહ ખાને શોમાં કહ્યું હતું કે બધા છપરી યુવકોનો ફેવરિટ તહેવાર હોળી હોય છે એ યાદ રાખજો. આ વિડિયો જોયા બાદ અનેક લોકોએ ફારાહ ખાન સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. એક યુવકે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ટૅગ કરીને તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ ઍક્સમાં લખ્યું હતું કે ‘આ હિન્દુ ધર્મ અને હિન્દુ તહેવારનું અપમાન છે. ફારાહ ખાન પર કેસ ચલાવવો જોઈએ.’

