સમય સાથે વ્યંજનોના સ્વાદ અને પસંદગીઓમાં પરિવર્તન આવી રહ્યા છે. સામાન્ય રીતે તહેવારો દરમ્યાન બનેલી પરંપરાગત વાનગીઓ બાળકોને ખાસ પસંદ આવતી નથી, અને ઘણીવાર તેઓ તેને ખાતા પણ નથી. પરંતુ જો એ જ સામગ્રી સાથે નવું ટ્વિસ્ટ આપવામાં આવે, અને તેને અપીલિંગ પ્રેઝન્ટેશન અને આકર્ષક નામ આપવામાં આવે, તો તે વાનગીઓની ડિમાન્ડ વધી જાય છે. સાદી ભાષામા કહું તો જેમ જુના ગીતોને રિમિક્સ કરી નવા બિટ્સ સાથે તાજગીભર્યું સ્વરૂપ અપાય છે, તેમ તહેવારોમાં પરંપરાગત વાનગીઓની સામગ્રીના ઉપયોગથી તેને `કન્ફ્યુઝન નહીં પણ ફ્યૂઝન` કરી વાનગીઓ બનાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
15 March, 2025 07:16 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent