Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોઅર પરેલમાં ફુટપાથ પર ઊકળતા તેલની કઢાઈમાં પડી ગઈ પાંચ વર્ષની બાળકી

લોઅર પરેલમાં ફુટપાથ પર ઊકળતા તેલની કઢાઈમાં પડી ગઈ પાંચ વર્ષની બાળકી

Published : 17 September, 2026 11:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મન્ચુરિયનનો સ્ટૉલ ચલાવતા બે સ્ટ્રીટ ફૂડ-વેન્ડરની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં ફુટપાથ પર મન્ચુરિયનના સ્ટૉલ પાસે અકસ્માતે ઊકળતા તેલની કઢાઈમાં પડી જતાં પાંચ વર્ષની એક માસૂમ બાળકી ગંભીર રીતે દાઝી ગઈ છે. આ ઘટના ૧૪ સપ્ટેમ્બરે સાંજે બની હતી. એન. એમ. જોશી માર્ગ પોલીસે બેદરકારી દાખવવા બદલ બન્ને સ્ટૉલ-સંચાલકો વિરુદ્ધ કેસ નોંધીને તેમની ધરપકડ કરી છે.

પોલીસે પકડેલા આરોપીઓની ઓળખ સુદેશ પાલ અને લાલજી પાલ તરીકે થઈ છે. પોલીસે ઘટનાસ્થળેથી લોખંડની કઢાઈ સહિતની સામગ્રી જપ્ત કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ફરિયાદ અનુસાર આરોપીઓ રાહદારીઓની અવરજવર માટેની ફુટપાથ પર ઊકળતું તેલ ભરેલી  લોખંડની કઢાઈ રાખીને મન્ચુરિયનનો સ્ટૉલ ચલાવી રહ્યા હતા. વરલીની બીડીડી ચાલમાં રહેતા અને લોઅર પરેલના પાંડુરંગ બુધકર માર્ગ પર બિરયાનીની દુકાન ચલાવતા કલીમ અહમદ શેખ પોતાની પાંચ વર્ષની દીકરીને દુકાને લાવ્યા હતા. સાંજે ૬ વાગ્યાની આસપાસ બાળકી મન્ચુરિયન ખાવા માટે સ્ટૉલ પર ગઈ ત્યારે અકસ્માતે ઊકળતા તેલની કઢાઈમાં પડી ગઈ હતી.



બાળકીની ચીસો સાંભળીને પિતા અને આસપાસના લોકોએ તેને તાત્કાલિક બહાર કાઢીને મોટરસાઇકલ પર પોદાર હૉસ્પિટલ પહોંચાડી હતી. ત્યાંથી પ્રાથમિક તપાસ બાદ તેને નાયર હૉસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે મસીના હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK