Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > પાંચ રૂપિયાના MDR સામે પેટ્રોલ-પમ્પના માલિકોની ધમકી

પાંચ રૂપિયાના MDR સામે પેટ્રોલ-પમ્પના માલિકોની ધમકી

Published : 17 September, 2026 07:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફરીથી ૨૦૦૦ રૂપિયાથી વધુના બિલનું પેમેન્ટ કૅશમાં લેવાની શરૂઆત કરવી પડશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) દ્વારા પેટ્રોલ કે ડીઝલની ૨૦૦૦ રૂપિયાથી વધારે રકમની ખરીદી પર પ્રતિ વ્યવહાર પાંચ રૂપિયાનો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ-રેટ (MDR) લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ ઑલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ અસોસિએશને (AIPDA) ૨૦૦૦ રૂપિયાથી વધુના વ્યવહારો માટે ફરીથી માત્ર રોકડમાં પેમેન્ટ સ્વીકારવાની શરૂઆત કરવાની ધમકી આપી છે. AIPDAએ જણાવ્યું હતું કે ‘પેટ્રોલ-પમ્પનો નફો મર્યાદિત અને ઓછો હોય છે તેથી MDR ચાર્જિસનો બોજ અમારા પર પડશે. આ ચાર્જ અમારા નફાના પાતળા માર્જિનને દબાવી દેશે. ઈંધણના પેમેન્ટ્સને MDRમાંથી મુક્તિ આપવામાં આવે.’

આ મુદ્દે દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મુંબઈ અને રાજસ્થાનના ડીલરોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે કોઈ પણ સ્વરૂપમાં MDR એ તેમના પ્રતિ લિટર આશરે ૨.૪૦થી ૩.૪૦ રૂપિયાના અત્યંત પાતળા માર્જિન પર વધારાનો બોજ છે; આ માર્જિન સરકાર દ્વારા એની ઑઇલ માર્કેટિંગ કંપની (OMC) નક્કી કરે છે. 



રોજનો કેટલો બોજ આવશે?
ઉત્તર પ્રદેશના ડીલર અને એમ્પાવરિંગ પેટ્રોલિયમ ડીલર્સ ફાઉન્ડેશન (EPDF)ના સભ્ય હેમંત સિરોહીએ જણાવ્યું હતું કે ‘ઉપલબ્ધ સત્તાવાર ટ્રાન્ઝૅક્શન ડેટાની ગણતરી દર્શાવે છે કે દેશભરના પેટ્રોલ-પમ્પ પર ૧૫૭૩ કરોડ રૂપિયાના મૂલ્યના આવા ૨.૩૯ કરોડ વ્યવહારો થાય છે. આવા વ્યવહારોમાંથી લગભગ ૨૦ ટકા વ્યવહારો ૨૦૦૦ રૂપિયાથી વધુ રકમના હોય છે, જેની પેટ્રોલ-પમ્પ પર દૈનિક ૨૩૦થી ૨૫૦ રૂપિયાની આર્થિક અસર પડે છે. ડીલરો પર વધતા જતા બોજને કારણે આ બાબત તેમને નુકસાન પહોંચાડશે.’


દેશમાં ૧,૦૩,૦૨૩ પેટ્રોલ પમ્પ
૨૦૨૬ના એપ્રિલ મહિના સુધીમાં દેશભરમાં ૧,૦૩,૦૨૩ પેટ્રોલ-પમ્પ કાર્યરત છે. આમાંના ૯૦ ટકાથી વધુ પમ્પ ત્રણ સરકારી OMC જેવી કે ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (HPCL) દ્વારા સંચાલિત છે. બાકીના ૧૦ ટકા પમ્પ નાયારા એનર્જી, શેલ જેવી ખાનગી ઑઇલ કંપનીઓની માલિકીના છે.


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK