સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના દસમા ધોરણનું પરિણામ ગઈ કાલે જાહેર કરવામાં આવ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના દસમા ધોરણનું પરિણામ ગઈ કાલે જાહેર કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-’૨૬માં ૯૩.૭૦ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. પાસ થવામાં છોકરીઓએ બાજી મારી છે. ૯૪.૯૯ ટકા છોકરીઓ અને ૯૨.૬૯ ટકા છોકરાઓ પાસ થાય છે. મહારાષ્ટ્રમાં પુણે રીજનનું પરિણામ ૯૬.૬૬ ટકા રહ્યું છે. બોર્ડે રેકૉર્ડ સમયમાં પેપર તપાસીને સામાન્ય કરઢતાં એક મહિના વહેલાં પરિણામો જાહેર કર્યાં હતાં જેને પગલે ૨૪.૭૫ લાખ વિદ્યાર્થીઓની રાહ આખરે સમાપ્ત થઈ ગઈ છે.
ચમકારા
ત્રિવેન્દ્રમ અને વિજયવાડામાં પાસની ટકાવારી સૌથી વધુ ૯૯.૭૯ ટકા નોંધાઈ છે.
ધોરણ ૧૦ની પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓ : ૨૪,૭૧,૭૭૭
પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા : ૨૩,૧૬,૦૦૮
એકંદર પાસ ટકાવારી : ૯૩.૭૦ ટકા
BMC સંચાલિત CBSE સાથે સંલગ્ન ૧૧ સ્કૂલોનું રિઝલ્ટ ૯૨.૮૯ ટકા રહ્યું. મીઠાગર સ્કૂલની વિદ્યાર્થીની આર્યા લામનેએ ૯૭.૮ ટકા માર્ક્સ મેળવીને તમામ મ્યુનિસિપલ સ્કૂલોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ADVERTISEMENT
