સનરાઇઝર્સ હૈદરાબાદ અને ભારતીય ટીમના ધુરંધર બૅટર અભિષેક શર્માએ એક અનિચ્છનીય રેકૉર્ડ બનાવ્યો છે. એક કૅલેન્ડર વર્ષમાં T20 ક્રિકેટ રમવા દરમ્યાન તે ૭ વખત ઝીરોમાં આઉટ થનાર પહેલો ભારતીય બન્યો છે.
અભિષેક શર્મા
સનરાઇઝર્સ હૈદરાબાદ અને ભારતીય ટીમના ધુરંધર બૅટર અભિષેક શર્માએ એક અનિચ્છનીય રેકૉર્ડ બનાવ્યો છે. એક કૅલેન્ડર વર્ષમાં T20 ક્રિકેટ રમવા દરમ્યાન તે ૭ વખત ઝીરોમાં આઉટ થનાર પહેલો ભારતીય બન્યો છે. ૨૦૨૬માં ૧૮ ઇનિંગ્સમાં અભિષેક શર્મા ૭ વખત ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો છે. આ પહેલાં સંજુ સૅમસન (૨૦૨૪) અને રોહિત શર્મા (૨૦૧૮)ના નામે આ રેકૉર્ડ હતો. જે-તે વર્ષમાં બન્ને ૩૨-૩૨ ઇનિંગ્સમાં ૬-૬ વખત ઝીરો પર થયા હતા.
|
આ વર્ષના અભિષેક શર્માના ૭ ઝીરો કયા-કયા? |
|
૨૩ જાન્યુઆરીએ ન્યુ ઝીલૅન્ડ સામે રાયપુરમાં |
|
૨૮ જાન્યુઆરીએ ન્યુ ઝીલૅન્ડ સામે વિશાખાપટનમમાં |
|
૭ ફેબ્રુઆરીએ અમેરિકા સામે મુંબઈમાં |
|
૧૫ ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે કોલંબોમાં |
|
૧૮ ફેબ્રુઆરીએ નેધરલૅન્ડ્સ સામે અમદાવાદમાં |
|
૫ એપ્રિલે લખનઉ સામે હૈદરાબાદમાં |
|
૧૩ એપ્રિલે રાજસ્થાન સામે હૈદરાબાદમાં |
ADVERTISEMENT
