ઉનાળામાં પાણીનો વપરાશ વધી જતો હોવાથી હાલનો આ સ્ટૉક જોતાં એ વખતે પાણીની ખેંચ પડી શકે છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં હવે ૬૧ ટકા જેટલો પાણીનો સ્ટૉક બચ્યો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોકેશન (BMC)નું કહેવું છે કે ઉનાળામાં પાણીનો વપરાશ વધી જતો હોવાથી હાલનો આ સ્ટૉક જોતાં એ વખતે પાણીની ખેંચ પડી શકે છે. એ જોતાં ઉનાળામાં પાણીકાપ મૂકવો કે નહીં એ બાબતે હાલ તો કોઈ નિર્ણય નથી લેવાયો, પણ આગળ જતાં એ નિર્ણય લેવો જ પડતો હોય છે. એથી પાણીકાપનો નિર્ણય એકાદ-બે મહિનામાં લેવાની શક્યતા છે. ગયા વર્ષે પણ પાણીની ખેંચ પડતાં જૂન મહિનાથી મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ અમલમાં મુકાયો હતો.

