Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BMCએ એક મહિનામાં ૧૦,૯૨૮ હોર્ડિંગ્સ હટાવ્યાં

BMCએ એક મહિનામાં ૧૦,૯૨૮ હોર્ડિંગ્સ હટાવ્યાં

Published : 05 November, 2026 10:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દશેરા પછીના દિવસે સૌથી મોટી કાર્યવાહી કરીને એક જ દિવસમાં ૧૭૫૬ બોર્ડ્‍સ ઉતારી લેવાયાં : ૧૪૧ ફરિયાદપત્રો બાદ પાંચ FIR નોંધાયા

તસવીર: સૈયદ સમીર અબેદી

તસવીર: સૈયદ સમીર અબેદી


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા ૮ ઑક્ટોબરથી ૩ નવેમ્બર વચ્ચે શહેરમાંથી આશરે ૧૦,૯૨૮ જેટલાં ગેરકાયદે બૅનર્સ, બોર્ડ્સ અને પોસ્ટર્સ હટાવી લેવામાં આવ્યાં છે. એ સાથે કેટલાક ગેરકાયદે ઝંડા અને દીવાલો પર લગાવાયેલાં લખાણો-પોસ્ટર્સ પણ સાફ કરવામાં આવ્યાં હતાં. આ ગેરકાયદે હોર્ડિંગ્સમાંથી મોટા ભાગના ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનાં હતાં, જ્યારે એ પછીના ક્રમે રાજકીય અને કમર્શિયલ જાહેરાતોનાં બોર્ડ્‍સ હતાં.

દશેરાના તહેવાર પછીના બીજા દિવસે એટલે કે ૨૧ ઑક્ટોબરે BMCએ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. એ દિવસે શહેરમાંથી ૬૬૫ બૅનર્સ અને ૩૯૭ જેટલાં ધાર્મિક તથા સામાજિક બોર્ડ્‍સ હટાવવામાં આવ્યાં હતાં. એ સિવાય ૫૦ જેટલા ઝંડા પણ ઉતારી લેવાયા હતા અને એક જ દિવસમાં કુલ ૧૭૫૬ ગેરકાયદે પ્રચાર-સામગ્રી ઉતારી લેવામાં આવી હતી. એ પછી ૨૨ અને ૨૩ ઑક્ટોબરે પણ પાલિકાની આ ઝુંબેશ પુરજોશમાં ચાલી હતી જેમાં ક્રમશઃ ૧૩૨૧ અને ૯૩૦ ગેરકાયદે બોર્ડ્‍સ દૂર કરવામાં આવ્યાં હતાં. ૩ નવેમ્બર સુધીમાં સંબંધિત પોલીસ-સ્ટેશનોને ૧૪૧ ફરિયાદપત્રો મોકલવામાં આવ્યા છે, જ્યારે પાંચ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યા છે. આ સિવાય BMCએ આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં સમગ્ર શહેરમાંથી કુલ ૫૨,૪૪૮ ગેરકાયદે સ્થાપનો અને બોર્ડ્‍સ હટાવવાની કામગીરી પૂર્ણ કરી લીધી છે. 



- અદિતિ અલૂરકર


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2026 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK