Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈને ખાડામુક્ત કરવા BMCએ કૉર્પોરેટરોની મદદ માગી

મુંબઈને ખાડામુક્ત કરવા BMCએ કૉર્પોરેટરોની મદદ માગી

Published : 13 February, 2026 07:21 AM | Modified : 13 February, 2026 01:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચોમાસા પહેલાં રસ્તાના કૉન્ક્રીટીકરણનું કામ પૂરું થાય એની વ્યક્તિગત રીતે નોંધ લેવા નિર્દેશ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચોમાસાની શરૂઆતને ૯૦ દિવસ બાકી છે ત્યારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ નવા ચૂંટાયેલા કૉર્પોરેટરોને રોડ-કૉન્ક્રીટીકરણના કામ પર વ્યક્તિગત નજર રાખવા માટે મદદ માગી છે.

મુંબઈના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી થયા બાદ બુધવારે મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણી દ્વારા યોજાયેલી એક રિવ્યુ બેઠકમાં કૉર્પોરેટરોને રસ્તાના ચાલુ કામની સ્થિતિનું નિયમિત નિરીક્ષણ કરવાની અપીલ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે નાગરિકો તરફથી પ્રતિસાદ મળે એ તેમણે ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા BMC સુધી પહોંચે તો કામની ગુણવત્તા સુધારી શકાય એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખોદકામ કરાયેલા તમામ રસ્તાઓ પરનું કામ ચોમાસા પહેલા પૂરું કરવાની BMCએ ખાતરી આપી છે.



કૉર્પોરેટરોને અપાયેલા નિર્દેશો



• ૨૦૨૫ની પહેલી ઑક્ટોબરથી શરૂ થયેલાં કામ ચોમાસા પહેલાં પૂરાં થાય એની ખાતરી કરવી
• ચોમાસા પહેલાં તમામ રસ્તાઓનું ખોદકામ પૂરું કરવું
• કૉન્ક્રીટિંગનું કામ ચાલતું હોય ત્યાં એન્જિનિયરોએ હાજર રહેવું ફરજિયાત 
• કન્સ્ટ્રક્શનના કામમાં નિયમોનું કડક પાલન 

રસ્તાઓના કૉન્ક્રીટીકરણ પ્રોજેક્ટની આંકડાબાજી 


કુલ ખર્ચ:  ૧૭,૦૦૦ કરોડ રૂપિયા
રસ્તાઓની કુલ સંખ્યા: ૨૧૨૧
રસ્તાઓની કુલ લંબાઈ : ૬૯૬.૮૫ કિલોમીટર
પ્રોજેક્ટની ટાઇમલાઇન: જાન્યુઆરી ૨૦૨૩થી ૨૦૨૭
પૂરા થયેલા કાર્યની ટકાવારી: ૬૩ ટકા

- ઇશાનપ્રિયા એમએસ

Whatsapp-channel Whatsapp-channel

13 February, 2026 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK