Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Baba Siddique Murder: પોસ્ટમોર્ટમ બાદ આજે સાંજે દફનવિધિ, મુંબઈ પોલીસે જપ્ત કરી હુમલાખોરોની પિસ્તોલ

Baba Siddique Murder: પોસ્ટમોર્ટમ બાદ આજે સાંજે દફનવિધિ, મુંબઈ પોલીસે જપ્ત કરી હુમલાખોરોની પિસ્તોલ

Published : 13 October, 2024 09:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Baba Siddique Murder: એનસીપી નેતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હૉસ્પિટલ લઈ જવાયો; મુંબઈ પોલીસે આરોપીઓ પાસેથી એક પિસ્તોલ જપ્ત કરી; પરિવાર આજે સાંજે કરશે દફનવિધિ

જે સ્થળ પર શનિવારે રાત્રે બાબા સિદ્દીકી પર ફાયરિંગ થયું હતું (તસવીરઃ આશિષ રાજે)

જે સ્થળ પર શનિવારે રાત્રે બાબા સિદ્દીકી પર ફાયરિંગ થયું હતું (તસવીરઃ આશિષ રાજે)


મુંબઈ પોલીસ (Mumbai Police)એ રવિવારે સવારે મહારાષ્ટ્ર (Maharashtra)ના ભૂતપૂર્વ પ્રધાન નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (Nationalist Congress Party - NCP)ના નેતા અને ત્રણ વખત કૉન્ગ્રેસ (Congress)ના વિધાનસભ્ય રહી ચૂકેલા ૬૬ વર્ષના બાબા સિદ્દીકી (Baba Siddique)ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઈ (Mumbai)ની આરએન કૂપર હૉસ્પિટલ (RN Cooper Hospita)માં ખસેડ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. તેમના પુત્ર ધારાસભ્ય જીશાન સિદ્દીકી (Zeeshan Siddique)ની ઓફિસની બહાર બાબા સિદ્દીકીને ગોળી મારી (Baba Siddique Murder) દીધી હતી. તેમને છાતીમાં ગોળી વાગી હતી અને બાદમાં તેમને લીલાવતી હૉસ્પિટલ (Lilavati Hospital)માં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બાબા સિદ્દીકની હત્યા કરનાર ધરપકડ કરાયેલા આરોપી પાસેથી મુંબઈ પોલીસે એક પિસ્તોલ જપ્ત કરી છે. અધિકારીઓએ કહ્યું કે, તેમને શંકા છે કે હુમલામાં બેથી ત્રણ પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઆએ છ રાઉન્ડ ગોળીબાર કર્યો જેમાંથી બે તેમને છાતીમાં વાગતા તેમનું મૃત્યુ થયું હતું.


શનિવારે મુંબઈમાં ત્રણ હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરાયેલા બાબા સિદ્દીકીના મૃતદેહને સવારે છ વાગ્યાની આસપાસ લીલવતી હૉસ્પિટલમાંથી કૂપર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કૂપર હૉસ્પિટલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.



શનિવારે ૧૨ ઓક્ટોબરના રોજ બાંદ્રા (Bandra)માં તેમના પુત્ર ધારાસભ્ય જીશાન સિદ્દીકી (Zeeshan Siddique)ની ઓફિસની બહાર ત્રણ હુમલાખોરોએ બાબા સિદ્દીકીને ગોળી મારી (Baba Siddique Murder) દીધી હતી. તેમને છાતીમાં ગોળી વાગી હતી બાબા સિદ્દીક પર ફાયરિંગ કર્યા બાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા અને બેની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાંથી એકનો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (Western Express Highway)ના ખેરવાડી જંક્શન (Kherwadi Junction) સુધી પીછો કરવામાં આવ્યો હતો જ્યારે બીજો નજીકના બગીચામાં છુપાયેલો હતો. જોકે, ત્રીજો આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો અને હજી પણ ફરાર છે.


સિદ્દીક પરિવારના નજીકના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, બાબા સિદ્દીકીને પોઈન્ટ-બ્લેન્ક રેન્જમાં મારતા પહેલા, હત્યારાઓએ આસપાસના વિસ્તારમાં દૃશ્યતા મર્યાદિત કરવા માટે તેની આસપાસ સ્મોક બોમ્બ ફેંક્યો હતો. કવરનો ઉપયોગ કરીને, હત્યારાઓ તેમના લક્ષ્યની નજીક પહોંચ્યા અને તેમની છાતી અને પગમાં ગોળીઓ ઝિંકી દીધી. ત્રણ આરોપીઓમાંથી એક દ્વારા ચલાવવામાં આવેલી એક ગોળીથી પાર્ટીનો એક કાર્યકર્તા પણ ઘાયલ થયો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિને વીએન દેસાઈ હૉસ્પિટલ (VN Desai Hospital)માં દાખલ કરવામાં આવ્યો હતો.

બાબા સિદ્દીકના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે, એમ પરિવારે તેમના મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર ૧૩ ઓક્ટોબર, રવિવારે સાંજે ૭ વાગ્યે તેમના બાંદ્રા સ્થિત નિવાસ સ્થાને મગરીબની નમાઝ (Maghrib Namaz) બાદ કરવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મરીન લાઇન્સ (Marine Lines) સ્ટેશનની સામે, બડા કબરસ્તાન (Bada Kabarastan) ખાતે રાત્રે ૮.૩૦ વાગ્યે દફનવિધિ કરવામાં આવશે.


નોંધનીય છે કે, બાબા સિદ્દીકીની હત્યાથી રાજકીય જગતમાં ખળભળ મચી ગઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

13 October, 2024 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK