Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના કુલ ખાડામાંથી અડધા ખાડા વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર

મુંબઈના કુલ ખાડામાંથી અડધા ખાડા વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર

16 August, 2024 09:06 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BMCએ આપેલા આંકડા મુજબ ૧૩ ઑગસ્ટ સુધીમાં મુંબઈમાં ૧૬,૧૪૫ ખાડા નોંધાયા હતા.

જુઓ ખાડાઓ

જુઓ ખાડાઓ


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા ચોમાસા દરમ્યાન આશરે ૧૬,૧૪૫ ખાડા નોંધાયા હતા. એમાંથી આશરે ૪૨ ટકા ખાડા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મળ્યા હતા. BMC આ ખાડા વહેલી તકે ભરવા માટે પ્રયત્નો કરી રહ્યું છે. બીજી બાજુ ગણેશોત્સવ મંડળો દ્વારા તમામ ખાડા ગણેશોત્સવ પહેલાં ભરવા માટેની માગણી થવાથી BMCએ દાવો કર્યો હતો કે મુંબઈના તમામ ખાડા ૧૮ ઑગસ્ટ પહેલાં ભરવામાં આવશે.


BMCએ આપેલા આંકડા મુજબ ૧૩ ઑગસ્ટ સુધીમાં મુંબઈમાં ૧૬,૧૪૫ ખાડા નોંધાયા હતા. એમાંથી મોટા ભાગના ખાડા અંધેરી, માહિમ, મલાડ, ઘાટકોપર, ભાયખલા, માનખુર્દ અને કુર્લામાં હોવાનો અહેવાલ BMCને મળ્યો હતો. આની સાથે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ૩૩૮૬ અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ૩૪૦૦ ખાડા નોંધાયા હતા.



ગણેશોત્સવ સાતમી સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે ત્યારે ઘણાં મંડળોએ બાપ્પાની મોટી મૂર્તિઓ મંડપોમાં પહોંચાડવાનું શરૂ કરી દીધું છે. જોકે આ ખાડાને કારણે તેમને પરેશાની થતી હોવાથી ગણેશોત્સવ સમિતિએ પણ આ ખાડા દૂર કરવાની માગણી કરી હતી. એની સામે BMCએ દાવો કર્યો હતો કે મુંબઈના તમામ ખાડા ૧૮ ઑગસ્ટ પહેલાં ભરવામાં આવશે.


અખિલ સાર્વજનિક ગણેશોત્સવ મહાસંઘના સચિવ સુરેશ સરનોબતેએ જણાવ્યું હતું કે ‘અમે ખાડાનું નિરાકરણ લાવવા માટે BMCને કેટલાંક અઠવાડિયાં પહેલાંથી વિનંતી કરી રહ્યા છીએ, પરંતુ કામ ધીમી ગતિએ ચાલતું હોવાથી ગણેશોત્સવ મંડળોને પરેશાની થઈ રહી છે. ખાડાના નબળા સમારકામને કારણે ઉબડખાબડ રસ્તાઓ વધારાની મુશ્કેલી ઊભી કરે છે. જોકે હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ BMCને તાત્કાલિક ખાડા ભરવાની સૂચના આપી છે.’

MMRDA પાસેથી BMC હેઠળ


BMCના ભૂતપૂર્વ કમિશનર ઇકબાલ સિંહ ચહલે બૉમ્બે હાઈ કોર્ટમાં કરેલી અરજી બાદ દહિસરથી બાંદરા સુધી ૨૫.૩૩ કિલોમીટરનો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને મુલુંડથી સાયન સુધીનો ૨૩.૫૫ કિલોમીટરનો ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) પાસેથી ટ્રાન્સફર થઈને હવે BMCના ક્ષેત્ર હેઠળ આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

16 August, 2024 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK