Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વધુ નફાની લાલચમાં કોલાબાના ગુજરાતી વેપારીએ શૅર ટ્રેડિંગ ફ્રૉડમાં ૪,૯૨,૦૦,૫૫૦ રૂપિયા ગુમાવ્યા

વધુ નફાની લાલચમાં કોલાબાના ગુજરાતી વેપારીએ શૅર ટ્રેડિંગ ફ્રૉડમાં ૪,૯૨,૦૦,૫૫૦ રૂપિયા ગુમાવ્યા

Published : 11 October, 2026 08:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજી તરફ ફરિયાદીએ પોતાની તમામ જમા પૂંજી આ ફ્રૉડમાં ગુમાવી દીધી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોલાબા વિસ્તારમાં રહેતા અને ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા ૫૬ વર્ષના ગુજરાતી વેપારીએ શૅર ટ્રેડિંગ ફ્રૉડમાં ૪,૯૨,૦૦,૫૫૦ રૂપિયા ગુમાવ્યા છે. આ મામલે સાઉથ સાઇબર 
પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે ફરિયાદ નોંધાઈ છે. સોશ્યલ મીડિયા પર ટ્રેઇનિંગની જાહેરાત જોઈને શરૂ થયેલી આ જાળમાં ઠગોએ બોગસ ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવીને પૈસા જુદાં-જુદાં બૅન્ક-ખાતાંમાં ટ્રાન્સફર કરાવીને પડાવી લીધા હતા. આ કેસમાં પોલીસે તમામ અકાઉન્ટની માહિતી ભેગી કરીને વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ ફરિયાદીએ પોતાની તમામ જમા પૂંજી આ ફ્રૉડમાં ગુમાવી દીધી છે.

શું હતો ઘટનાક્રમ?
 કોલાબા વિસ્તારમાં રહેતા ૫૬ વર્ષના ગુજરાતી વેપારીએ ઑગસ્ટ મહિનાના અંતમાં ઇન્સ્ટાગ્રામ પર શૅર ટ્રેડિંગ શીખવવાની અને રોકાણ કરવાની એક જાહેરાત જોઈને ફૉર્મ ભર્યું હતું. ફૉર્મ ભર્યા બાદ અનન્યા શર્મા નામની ગ્રુપ ઍડ્‍મિને તેમને એક વૉટ્સઍપ ગ્રુપમાં ઍડ કર્યા હતા.
 ગ્રુપમાં આપવામાં આવતી શૅર ટ્રેડિંગ ટિપ્સ ગૂગલ પર ચકાસતાં સાચી જણાતાં વેપારીનો ઠગો પર વિશ્વાસ બેસી ગયો હતો. ઠગ ઍડ્મિને સ્ટૉક્સ ખરીદવા માટે એક ઍપ્લિકેશન ફરિયાદી પાસે ડાઉનલોડ કરાવી હતી.
 વેપારીએ પોતાના બૅન્ક-ખાતામાંથી એ ઍપ્લિકેશન પર ટ્રેડિંગ કરવા માટે પૈસા ઍડ કર્યા હતા. ઍપ્લિકેશનમાં રોકાણ કરેલી રકમનો આંકડો નફા સાથે સતત વધતો બતાવવામાં આવતો હતો.
 વિશ્વાસ જીતવા ઠગોએ ૧૭ સપ્ટેમ્બરે ૨.૯૭ લાખ રૂપિયા ઉપાડવાની મંજૂરી આપી હતી. ત્યાર બાદ વધુ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે રિક્વેસ્ટ વારંવાર રદ કરવામાં આવી હતી અને IPOના નામે વધુ પૈસાની માગણી કરવામાં આવી હતી.
 પાછળથી વધુ તપાસ કરતાં પોતાની સાથે ૪,૯૨,૦૦,૫૫૦ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવતાં વેપારીએ તાત્કાલિક સાઇબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી.
 જોકે આ કેસમાં જે ઍપ્લિકેશન મારફત વિવિધ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા એ તમામ અકાઉન્ટની પોલીસે માહિતી કાઢતાં તમામ અકાઉન્ટમાં ૧૦૦ રૂપિયાની અંદરની રકમ હોવાની માહિતી સામે આવી છે. આ કેસમાં સાઇબર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2026 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK