બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જણાવ્યા મુજબ રાતે ૭.૧૫ વાગ્યે લાગેલી આગ પર રાતના ૯.૦૨ વાગ્યે કાબૂ મેળવી શકાયો હતો
ગોરેગામ-ઈસ્ટના ફિલ્મસિટી રોડ પર રત્નાગિરિ હોટેલ પાસે ગઈ કાલે રાતે ૭.૧૫ વાગ્યે આગ ફાટી નીકળી
ગોરેગામ-ઈસ્ટના ફિલ્મસિટી રોડ પર રત્નાગિરિ હોટેલ પાસે ગઈ કાલે રાતે ૭.૧૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી. દુકાનો, ગોડાઉન અને ઝૂંપડાં આ આગની ચપેટમાં આવ્યાં હતાં. ૨૫૦૦ સ્ક્વેર ફુટમાં લાગેલી આગમાં લાકડાનો સામાન, ફર્નિચર, ઘરવખરી બળીને ખાખ થઈ ગયાં હતાં.
આગ લાગતાં જ હોબાળો મચી ગયો હતો. ઝૂંપડાંઓમાં રહેતા લોકો બહાર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ શરૂઆતમાં પાણી છાંટી આગ ઓલવવાના પ્રયાસ કર્યા હતા. ત્યાર બાદ કોઈએ ફાયરબ્રિગેડને ફોન કરતાં ફાયર-એન્જિન ધસી આવ્યાં હતાં. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જણાવ્યા મુજબ રાતે ૭.૧૫ વાગ્યે લાગેલી આગ પર રાતના ૯.૦૨ વાગ્યે કાબૂ મેળવી શકાયો હતો. આગમાં કોઈને ઈજા થવાના અહેવાલ નથી, પણ આંખ સામે જ ઘર બળીને ખાખ થઈ જતાં લોકો ગમગીન થઈ ગયા હતા.

