Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આતંકવાદી અજમલ કસબને ઓળખી બતાવનારી સાહસી સાક્ષી નવી શરૂઆતની શોધમાં

આતંકવાદી અજમલ કસબને ઓળખી બતાવનારી સાહસી સાક્ષી નવી શરૂઆતની શોધમાં

Published : 26 November, 2026 08:04 AM | Modified : 26 November, 2026 08:12 AM | IST | Mumbai
Rajendra B Aklekar

૨૭ વર્ષની દેવિકા રોટાવન આર્થિક રીતે પગભર થવા અને બાળકો માટે કામ કરવા નોકરી શોધી રહી છે.

દેવિકા રોટાવન

દેવિકા રોટાવન


કોર્ટમાં આતંકવાદી અજમલ કસબને ઓળખી બતાવનાર ૨૬/૧૧ના આતંકવાદી હુમલાની પીડિતા હવે નોકરીની શોધમાં છે અને બાળકો સાથે કામ કરીને સમાજમાં યોગદાન આપવાની આશા રાખી રહી છે. મુંબઈ પર થયેલા ૨૬/૧૧ના આતંકવાદી હુમલાનાં ૧૮ વર્ષ બાદ ૯ વર્ષની ઉંમરે કોર્ટમાં આતંકવાદી અજમલ કસબની ઓળખ કરીને હિંમતનું પ્રતીક બનેલી દેવિકા રોટાવન હવે તેની વ્યાવસાયિક જિંદગીમાં નવી શરૂઆત કરવા માગે છે.

૨૭ વર્ષની દેવિકા રોટાવન એવી રોજગારીની તકો શોધી રહી છે જેનાથી તે આર્થિક રીતે સ્વતંત્ર બની શકે અને સાથે જ સમાજની સેવા કરવાનું તેનું મોટું સપનું પણ પૂરું કરી શકે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે થયેલા હુમલા દરમ્યાન ગોળી વાગવાથી બચી ગયેલી દેવિકાએ વર્ષોથી ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS)માં જોડાઈને આતંકવાદ સામે લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.



દેવિકા રોટાવને કહ્યું હતું કે ‘મારું સપનું IPS ઑફિસર બનવાનું હતું અને એ હજી પણ મારા દિલની નજીક છે, પરંતુ વ્યવહારુ સંજોગોને ધ્યાનમાં રાખીને હું અન્ય વિકલ્પો પણ ખુલ્લા રાખી રહી છું. જો સંજોગો મને એ મહત્ત્વાકાંક્ષા પૂરી કરવાની પરવાનગી ન આપે તો હું બાળકો સાથે કામ કરવાનું ચાલુ રાખવા અને શિક્ષણ, સમાજકલ્યાણ અથવા સામુદાયિક વિકાસ સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથે જોડાવા માગું છું. આર્થિક રીતે સ્વતંત્ર બનવું અને નોકરી મેળવવી એ મારી પ્રાથમિકતા છે.’


 


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2026 08:12 AM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK