ભારતના ઈતિહાસમાં થયેલો સૌથી ભયાનક આતંકવાદી હુમલો એટલે 26/11 મુંબઈ ટેરર-અટૅક. 26 નવેમ્બર 2008ના રોજ પાકિસ્તાનથી આવેલ 10 સશસ્ત્ર સજ્જ આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો અને તેને હલાવી નાખ્યું હતું. વર્ષ 2008માં પાકિસ્તાનના કેટલાક લોકોએ બોટ દ્વારા મુંબઇમાં પ્રવેશ કર્યો હતો. તેમણે 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈની તાજ હોટેલ, ઓબેરોય હોટેલ, સીએસટી સ્ટેશન, લિયોપોલ્ડ કેફે, મેટ્રો સિનેમા, મુંબઈ છબડ હાઉસ અને ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં આ આતંકવાદી હુમલો કર્યો હતો. હુમલો લગભગ 60 કલાક ચાલ્યો હતો. જેમાં સુરક્ષાકર્મીઓ અને વિદેશીઓ સહિત 166 લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. 26/11 મુંબઈ ટેરર-અટૅકને આજે 12 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે કેટલીક તસવીરો પર નજર કરીએ જે ધ્રુજારી અપાવે તેવી છે.
26 November, 2020 11:36 IST