Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > "શાહરૂખ ખાને ઇન્ફ્લુએન્સરને કોઈ નોટિસ મોકલી નથી": અભિનેતાના વકીલોએ પુષ્ટિ કરી

"શાહરૂખ ખાને ઇન્ફ્લુએન્સરને કોઈ નોટિસ મોકલી નથી": અભિનેતાના વકીલોએ પુષ્ટિ કરી

Published : 26 November, 2026 05:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લીગલ ટીમે સુવિજ્ઞ શર્માની એક સોશિયલ મીડિયા પોસ્ટનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં આ ઇન્ફ્લુએન્સરે દાવો કર્યો હતો કે તેને શાહરૂખ ખાનની કાનૂની ટીમ તરફથી નોટિસ મળી છે. જોકે અભિનેતાની ટીમે આ પોસ્ટને ‘ખોટી અને ગેરમાર્ગે દોરનારી’ ગણાવી છે.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન


બૉલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સુવિજ્ઞ શર્મા સાથે જોડાયેલી એક કથિત કાનૂની નોટિસ અંગે અપડેટ મળ્યા છે. શાહરૂખ ખાનની કાનૂની ટીમે સ્પષ્ટ કર્યું છે કે અભિનેતા વતી સુવિજ્ઞ શર્માને કોઈ કાનૂની નોટિસ મોકલવામાં આવી નથી. અભિનેતાની લીગલ ટીમે એક નિવેદન જાહેર કરીને ૨૩ નવેમ્બર, ૨૦૨૬ની તારીખે આપેલી આ કથિત નોટિસને ખોટી ગણાવી છે. તેઓએ મીડિયા અને સોશિયલ મીડિયા પેજને અપીલ કરી છે કે તેઓ કોઈપણ અહેવાલ પ્રકાશિત કરતા પહેલા માહિતીની ચકાસણી કરી લે. તેમણે પ્લેટફોર્મ્સને વિનંતી કરી છે જેમણે શાહરૂખ ખાનના નામે નોટિસ જાહેર કરવામાં આવી હોવાના દાવા પ્રકાશિત કર્યા છે તેઓ આવી કન્ટેન્ટમાં સુધારો કરે અથવા તેને હટાવી દે. શાહરુખની ટીમે કહ્યું, "૨૩ નવેમ્બર, ૨૦૨૬ની તારીખ ધરાવતી એક કથિત `કાનૂની નોટિસ` - જે શાહરૂખ ખાન વતી જાહેર કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે – તે સોશિયલ મીડિયા અને કેટલાક અહેવાલોમાં લખવામાં આવ્યું હતું. શાહરૂખ ખાનના અધિકૃત કાનૂની સલાહકાર તરીકે, અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે આ નોટિસ તેમના દ્વારા જાહેર કરવામાં આવી નથી કે તેમના વતી મોકલવામાં આવી નથી. મિસ્ટર ખાને કોઈ પણ વકીલ કે કાનૂની કંપની - જેમાં અમારો પણ સમાવેશ થાય છે તેમના દ્વારા આવી નોટિસ જાહેર કરવા માટે કોઈ સૂચના આપી નથી. અમે મીડિયા અને સોશિયલ મીડિયા પેજને વિનંતી કરીએ છીએ કે તેઓ કોઈપણ માહિતી પ્રકાશિત કરતા પહેલા તેની ચકાસણી કરે, અને એવી કોઈપણ કન્ટેન્ટને સુધારે અથવા હટાવી દે જે આ નોટિસને મિસ્ટર ખાન સાથે જોડે છે."

સુવિજ્ઞ શર્માની પોસ્ટને ખોટી અને ગેરમાર્ગે દોરનારી ગણાવી



લીગલ ટીમે સુવિજ્ઞ શર્માની એક સોશિયલ મીડિયા પોસ્ટનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં આ ઇન્ફ્લુએન્સરે દાવો કર્યો હતો કે તેને શાહરૂખ ખાનની કાનૂની ટીમ તરફથી નોટિસ મળી છે. જોકે અભિનેતાની ટીમે આ પોસ્ટને ‘ખોટી અને ગેરમાર્ગે દોરનારી’ ગણાવી છે.


શાહરૂખ ખાન અને સુવિજ્ઞ શર્મા વચ્ચેનો વિવાદ કેવી રીતે શરૂ થયો?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suvigya Sharma (@ram.bhakt.suvi)


આ વિવાદ સુવિજ્ઞ શર્મા દ્વારા પોસ્ટ કરવામાં આવેલી એક વાયરલ ઇન્સ્ટાગ્રામ રીલથી શરૂ થયો હતો. આ રીલમાં અનંત અંબાણી આધ્યાત્મિક ગુરુ સદગુરુ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા, દરમિયાન શાહરૂખ ખાન અને અનંત અંબાણી વચ્ચેની અન્ય એક વાતચીતની વીડિયો પણ સામેલ હતો. સુવિજ્ઞ શર્માની પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે વાતચીત દરમિયાન, અનંત અંબાણીએ શાહરૂખ ખાનને ‘ચૂપ રહેવા’ માટે કહ્યું હતું. આ પોસ્ટને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે શાહરૂખ ખાને ૨૩ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સુવિજ્ઞ શર્માને બદનક્ષી બદલ કાયદાકીય નોટિસ મોકલી હતી, જેમાં રીલ હટાવવા અને ૪૮ કલાકની અંદર કેટલીક શરતોનું પાલન કરવાની માગ કરવામાં આવી હતી. વધુ એક વીડિયોમાં, સુવિજ્ઞ શર્માએ આ કથિત નોટિસનો ઉલ્લેખ કરતા શાહરૂખ ખાનના વાંધાઓ પર સવાલ ઉઠાવ્યા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મુદ્દો રજૂ કર્યો. જોકે, અભિનેતાની કાયદાકીય ટીમે હવે સ્પષ્ટ કર્યું છે કે તેમના વતી આવી કોઈ નોટિસ ક્યારેય મોકલવામાં આવી જ નહોતી.

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2026 05:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK