Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

ફાટકનાટક

Published : 12 November, 2026 09:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેન્ટ્રલ રેલવેને ખોરવાવા માટે કારણો મળી જ રહે છે, ગઈ કાલે દિવા લેવલ ક્રૉસિંગ અધધધ ૧૮ મિનિટ ખુલ્લું રહ્યું એમાં ખોરવાઈ ગઈ : ૩૦ કરતાં વધુ લોકલ ટ્રેન અને ૬ એક્સપ્રેસ ટ્રેન મોડી પડી

AI ઇમેજ

AI ઇમેજ


દિવા રેલવે સ્ટેશન નજીક આવેલું લેવલ ક્રૉસિંગ બુધવારે બપોરે ૧૮ મિનિટ સુધી ખુલ્લું રહેતાં સેન્ટ્રલ રેલવેનો ટ્રેનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. આ વિલંબને કારણે સ્ટેશનો વચ્ચે ૯ લોકલ ટ્રેનો ફસાઈ ગઈ હતી, જ્યારે ૩૦થી વધુ સબર્બન સેવાઓ અને ૬ મેઇલ-એક્સપ્રેસ ટ્રેનોનાં શેડ્યુલ ખોરવાયાં હતાં. તહેવારોની મોસમમાં સર્જાયેલી આ અંધાધૂંધીને લીધે હજારો મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

બુધવારે બપોરે ૧.૩૫થી ૧.૫૩ વાગ્યા દરમ્યાન રોડ પર વાહનોની ભારે ભીડ હોવાથી રેલવે પ્રશાસન ફાટક બંધ કરી શક્યું નહોતું. રસ્તા પરથી વાહનો સમયસર ક્લિયર ન થતાં ડોમ્બિવલી અને કલ્યાણ તરફ જતી ટ્રેનો અટકી પડી હતી.



સેન્ટ્રલ રેલવેના સબર્બન નેટવર્ક પર દિવા એક અત્યંત મહત્વનું સ્ટેશન છે, જ્યાંથી દરરોજ આશરે ૮૯૪ લોકલ ટ્રેનો પસાર થાય છે અને એમાંથી ૭૦થી ૭૫ ટકા ટ્રેનો આ સ્ટેશને ઊભી રહે છે. સ્ટેશન નજીક આવેલું આ લેવલ ક્રૉસિંગ દરરોજ સરેરાશ ૩૯ વખત ખોલવામાં આવે છે, જેના કારણે રોડ-ટ્રાફિકની સીધી અને ગંભીર અસર લોકલ ટ્રેનોના સમયપાલન પર પડે છે.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK