Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દિવાળીનો બદલો હવે લાભ પાચમે: U-19 એશિયા કપના ફાઇનલમાં ભારત અને પાક વચ્ચે મુકાબલો

દિવાળીનો બદલો હવે લાભ પાચમે: U-19 એશિયા કપના ફાઇનલમાં ભારત અને પાક વચ્ચે મુકાબલો

Published : 12 November, 2026 06:06 PM | Modified : 12 November, 2026 06:12 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

228 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે, ભારતીય ટીમે શરૂઆતથી જ રન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ભારતીય બૅટર્સે સરળતાથી ટાર્ગેટ મેળવી ચેસ કરી લીધો અને 8 વિકેટ રાખીને જીત મેળવી. આ જીત સાથે ભારતે ટુર્નામેન્ટની ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે.

ભારત અને પાક બન્ને ફાઇનલમાં

ભારત અને પાક બન્ને ફાઇનલમાં


ભારતની અંડર-19 ટીમે ACC મૅન્સ અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. સેમીફાઇનલમાં અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવીને ભારતીય ટીમે ટાઇટલ મુકાબલામાં પોતાની જગ્યા બનાવી છે. હવે ફાઇનલમાં ભારતનો સામનો તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. સેમીફાઇનલમાં ભારતીય ખેલાડીઓએ બૉલિંગ અને બૅટિંગ બન્નેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ બૅટિંગ કરતા, અફઘાનિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા. અફઘાન બૅટર્સે સારો કૉમ્પિટિટિવ સ્કોર ઊભો કર્યો હતો, પરંતુ ભારતીય બૉલરોએ ખાતરી કરી કે અફઘાનિસ્તાન ટીમ બહુ મોટું ટાર્ગેટ ન આપી શકે.

ભારતે સેમીફાઇનલ 8 વિકેટથી જીતી લીધી



228 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે, ભારતીય ટીમે શરૂઆતથી જ રન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ભારતીય બૅટર્સે સરળતાથી ટાર્ગેટ મેળવી ચેસ કરી લીધો અને 8 વિકેટ રાખીને જીત મેળવી. આ જીત સાથે ભારતે ટુર્નામેન્ટની ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. બીજી સેમીફાઇનલમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 9 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. પરિણામે, હવે અંડર 19 ના એશિયા કપના ખિતાબ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે.


ગ્રુપ સ્ટેજમાં ભારતને પાકિસ્તાન સામે હાર મળી હતી

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ મૅચ બન્ને ટીમો માટે ખૂબ મહત્ત્વની રહેશે. ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાને ભારતને 3 વિકેટથી હરાવ્યું હતું. આ હારનો બદલો લેવા અને ટાઇટલ જીતવા માટે ભારતીય ટીમ પાસે હવે એક તક છે. બીજી તરફ, પાકિસ્તાન ગ્રુપ સ્ટેજ જેવું જ સારું પ્રદર્શન ફરી ટ્રૉફી જીતવાનો પ્રયાસ કરશે. બન્ને ટીમોએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સારું પ્રદર્શન કર્યું છે અને હવે તેમનું ટાર્ગેટ ટાઇટલ જીતવા પર છે.


ભારત વિરુદ્ધ પાકિસ્તાન: ટાઇટલ માટેનો જંગ

અંડર-19 એશિયા કપની ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. અફઘાનિસ્તાન સામેની જીત બાદ ભારતીય ટીમ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે પાકિસ્તાન બાંગ્લાદેશ સામે 9 વિકેટથી જીત મેળવીને ફાઇનલમાં પહોંચ્યું છે. હવે યુવા ભારતીય ટીમ સામે 2026 અંડર-19 એશિયા કપનું ટાઇટલ જીતવા માટે પાકિસ્તાનને હરાવવાનો પડકાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની અંડર-19 એશિયા કપ 2026ની ફાઈનલ શનિવાર, 14 નવેમ્બર, 2026ના રોજ યોજવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 06:12 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK