Bombay High Court: ધીમે ધીમે તેમના બંનેના ઝગડાઓ ખૂબ જ વધી ગયા હતા અને તેઓએ આ બધી પળોજણમાંથી છૂટવા માટે અલગ અલગ ફ્લૅટ લઈને રહેવાનું નક્કી કર્યું હતું. અને પતિ અને પત્ની બંને છેલ્લા એકાદ મહિનાથી અલગ ફ્લૅટમાં રહેવા પણ જતાં રહ્યાં હતાં
બૉમ્બે હાઈ કોર્ટ
પતિ-પત્ની વચ્ચે ઝગડા થતા હોય અને એ મામલો પછી છૂટાછેડા સુધી પહોંચતો હોય એવું તો અનેક કિસ્સામાં બનતું આવ્યું છે, પરંતુ બૉમ્બે હાઇકોર્ટ (Bombay High Court)માં પહોંચેલો એક કેસ જરા વિચિત્ર પ્રકારનો છે. માહિતી અનુસાર હાઇકોર્ટમાં જે દંપતીનો કેસ આવ્યો હતો તેમણે વર્ષ ૨૦૨૫માં લગ્ન કર્યાં હતાં. શરૂઆતમાં આ કપલ સહપરિવાર રહેતું હતું. પરંતુ પતિ પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત રહેતો હોવાથી તે પોતાની પત્નીને પૂરતો સમય ફાળવી શકતો નહોતો. એટલું જ નહીં, તે પત્નીને ક્યાંય બહાર ફરવા પણ લઈ જઇ શકતો નહોતો. આ જ બાબતસર બંને વચ્ચે અવારનવાર દલીલબાજી પણ થતી રહેતી હતી અને બંને રીતસરના ઝગડી પણ પડતાં હતાં. ધીમે ધીમે તેમના બંનેના ઝગડાઓ ખૂ જ વધી ગયા હતા અને તેઓએ આ બધી પળોજણમાંથી છૂટવા માટે અલગ અલગ ફ્લૅટ લઈને રહેવાનું નક્કી કર્યું હતું. અને પતિ અને પત્ની બંને છેલ્લા એકાદ મહિનાથી અલગ ફ્લૅટમાં રહેવા પણ જતાં રહ્યાં હતાં.
એક દિવસ બન્યું એવું કે ફરી એકવાર આ બંને વચ્ચે તુતુમેમે (Bombay High Court) થઈ હતી. ત્યારે પત્નીએ પતિને ગુસ્સામાં કહી દીધું હતું કે જો તે વાત નહીં સાંભળે તો તે પોતે આપઘાત કરી લેશે. આ સમયે પતિ પણ રોષે ભરાયેલો હતો. પતિએ પણ કહી દીધું હતું કે `જા, તારે જે કરવું હોય એ કર`. આટલું કહીને પતિ તેના ભાઈને મળવા માટે ઘરની બહાર નીકળી ગયો હતો પરંતુ પતિના શબ્દોને ઝીલી લીધા હોય એમ તેની પત્નીએ પોતાના મામા સાથે વાત કર્યા બાદ જીવન ટૂંકાવી નાખ્યું હતું.
ADVERTISEMENT
પત્નીના આ રીતે મોતથી હચમચી ઊઠેલા તેના પરિવારજનોએ પોલીસમાં કેસ નોંધાવ્યો હતો અને તેના પતિ પર આરોપ (Bombay High Court) મૂક્યો હતો કે તેણે જ તેની પત્નીને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી હતી. આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે, જામીન અરજી પર સુનાવણી કરતાં કોર્ટે કહી દીધું હતું કે પતિની વ્યસ્તતા કે સમય ન ફાળવી શકવાને કારણે ઝઘડા થવા એ સામાન્ય બાબત છે, એને કોઈ ક્રૂરતા ગણી ન શકાય. કોર્ટે એમ પણ જણાવ્યું કે ઝગડાના સમયે ગુસ્સામાં બોલાયેલાં વેણ કે પછી ઘરમાંથી બહાર જતાં રહેવાનો અર્થ એ નથી થતો કે કોઈપણ વ્યક્તિએ જાણીજોઈને આત્મહત્યા માટે ઉશ્કેરણી કરી હોય. જસ્ટિસ મિલિંદ એન. જાદવે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમો હેઠળ નોંધાયેલા કેસમાં આરોપી પતિને જામીન આપતી વખતે આ ટિપ્પણી કરી હતી.
આ કાયદાકીય દૃષ્ટિકોણને (Bombay High Court) ધ્યાનમાં રાખીને અદાલતે આરોપી પતિને રાહત આપીને જામીન મંજૂર કર્યા છે. આ ચુકાદો પારિવારિક વિવાદો અને કાયદાકીય અર્થઘટનની દૃષ્ટિએ સમજવા જેવો છે.
