Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > વૉટ્સઍપે શરૂ કર્યું યુઝરનેમ ફીચર- નંબર શૅર કર્યા‌ વિના પણ હવે ચૅટ થઈ શકશે

વૉટ્સઍપે શરૂ કર્યું યુઝરનેમ ફીચર- નંબર શૅર કર્યા‌ વિના પણ હવે ચૅટ થઈ શકશે

Published : 10 April, 2026 07:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમારા મોબાઇલના વૉટ્સઍપમાં આ ફીચર રોલઆઉટ થયું છે કે નહીં એ તપાસવા માટે તમે પ્રોફાઇલ સેટિંગમાં જોઈ શકાશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આખરે વૉટ્સઍપે જેની બહુ રાહ જોવાઈ રહી હતી એ યુઝરનેમ ફીચર રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. આ ફીચર યુઝરને પોતાનો ફોન-નંબર શૅર કર્યા વિના લોકો સાથે જોડી શકશે. એ માટે તમારે માત્ર પોતાના પ્રોફાઇલ સેટિંગમાં એક અનોખું યુઝરનેમ પસંદ કરવું પડશે. યુઝરનેમ આવી જવાને કારણે હવે તમારે કોઈને ફોન-નંબર ન આપવો હોય તો પણ ચાલશે. ટેક્નૉલૉજી સાઇટ WABetainfoના એક રિપોર્ટ મુજબ આ અપડેટ ધીમે-ધીમે લાગુ કરવામાં આવશે.

લગભગ ત્રણથી ૩૫ અક્ષરો સુધીનું યુઝરનેમ રાખી શકાશે. એમાં આલ્ફાબેટના નાના-મોટા અક્ષરો, પૂર્ણવિરામ કે અન્ડરસ્કોર જેવાં ચિહ્‍નોનો ઉપયોગ કરી શકાશે.



યુઝરનેમ કોઈ વેબસાઇટના ડોમેન જેવું ન લાગવું જોઈએ. વધુ સુરક્ષા માટે તમે વૈકલ્પિક ૪ અંકોની યુઝરનેમ કી પણ જોડી શકો છો, જેથી માત્ર એ જ લોકો તમને મેસેજ મોકલી શકે જેને યુઝરનેમ અને કી બન્ને ખબર હોય. 


તમારા મોબાઇલમાં આ ફીચર આવ્યું કે નહીં? 
તમારા મોબાઇલના વૉટ્સઍપમાં આ ફીચર રોલઆઉટ થયું છે કે નહીં એ તપાસવા માટે તમે પ્રોફાઇલ સેટિંગમાં જોઈ શકાશે. જો તમે એ સુવિધા માટે પાત્ર હશો તો તમને યુઝરનેમ બનાવવા માટે એક અલગ વિકલ્પ દેખાશે. તમે ઇન્સ્ટાગ્રામના યુઝરનેમને જ વૉટ્સઍપ પર પણ વાપરી શકશો, પરંતુ એ કોઈ બીજું નહીં વાપરી શકે. આવું બેવડું યુઝરનેમ સેટ કરતાં પહેલાં અકાઉન્ટ સેન્ટરમાં વ્યક્તિએ એ સાબિત કરવાનું રહેશે કે તે જ ઇન્ટાગ્રામ યુઝરનેમની અસલી માલિક છે.


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2026 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK