Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > મલેશિયામાં સોનિયા લાંબા અને ગરિમા માલવણકર યંગ આઇકોન ઍવોર્ડથી સન્માનિત

મલેશિયામાં સોનિયા લાંબા અને ગરિમા માલવણકર યંગ આઇકોન ઍવોર્ડથી સન્માનિત

Published : 15 April, 2025 02:28 PM | IST | Kuala Lumpur
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

HMC ઇવેન્ટ્સ (દુબઈ) અને જોગા સિંહ દ્વારા આયોજિત યુનિવર્સલ આઇડોલ સ્પર્ધાના મલેશિયા ઓડિશન માટે જ્યુરી સભ્યો તરીકે સોનિયા લાંબા અને ગરિમા માલવણકરને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. હવે ટૂંક સમયમાં આ સ્પર્ધા મુંબઈ અને દિલ્હીમાં પણ યોજાશે.

મલેશિયા માં ભારત ની બે દીકરીઓ ની ગૌરવ પૂર્ણ સિદ્ધિ અને સન્માન

મલેશિયા માં ભારત ની બે દીકરીઓ ની ગૌરવ પૂર્ણ સિદ્ધિ અને સન્માન


મલેશિયાના કુઆલાલંપુરમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં મુંબઈ સ્થિત ઉદ્યોગસાહસિક સોનિયા લાંબાને યંગ બિઝનેસ આંત્રપ્રિન્યોર ઑફ ધ યર ઍવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ખાસ પ્રસંગે, ગુજરાતથી એક માત્ર પસંદગી પામનાર, વડોદરાની ગરિમા માલવણકરને પણ યંગ મીડિયા આઇકોન ઍવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો હતો. ગરિમા માલવણકરે નાની ઉંમરે જ મીડિયાના વિવિધ ક્ષેત્ર રેડિયો, ટેલિવિઝન, ગવર્મેન્ટ, કોર્પોરેટ, ફિલ્મ, પત્રકારત્વ, લેખનમાં કાર્ય કરી જે ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેને ધ્યાનમાં રાખી તેને અહીં વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું.


સોનિયા લાંબા એનિમેશન એન્ડ એન્ટરટેઈનમેન્ટ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ છે અને ગરિમા માલવણકર આ કાઉન્સિલના ઉપપ્રમુખ છે. બન્ને મહિલાઓ પોતપોતાના ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કરી રહી છે અને નવી પેઢી માટે પ્રેરણારૂપ બની છે. આ કાર્યક્રમમાં જાણીતા મલેશિયન અભિનેતા અને તમિલ બિગ બૉસ વિજેતા મુગેન રાવ, મલેશિયન શાહી પરિવારના સભ્યો અને દુબઈના પ્રખ્યાત સામાજિક કાર્યકર જોગા સિંહ પણ હાજર રહ્યા હતા.



HMC ઇવેન્ટ્સ (દુબઈ) અને જોગા સિંહ દ્વારા આયોજિત યુનિવર્સલ આઇડોલ સ્પર્ધાના મલેશિયા ઓડિશન માટે જ્યુરી સભ્યો તરીકે સોનિયા લાંબા અને ગરિમા માલવણકરને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. હવે ટૂંક સમયમાં આ સ્પર્ધા મુંબઈ અને દિલ્હીમાં પણ યોજાશે અને ફાઇનલ રાઉન્ડ દુબઈમાં યોજાશે. આ અદ્ભુત તક અને પ્રશંસનીય પહેલ માટે શકીલ હસનનો ખાસ આભાર, જેમણે અમને આ પ્લેટફોર્મ અને તક આપી, એમ તેમણે કીધું.


સોનિયા અને ગરિમાની આ સિદ્ધિ ફક્ત તેમના માટે જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે ગર્વની વાત છે. આ બન્ને મહિલાઓ પોતાના કામ દ્વારા સાબિત કરી રહી છે કે જો ઇરાદા મજબૂત હોય તો કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. આ વિશે વધુ વાત કરતા ગરિમા માલવણકરે કહ્યું કે, `પાંચ વર્ષથી પચાસ વર્ષ સુધીના વિવિધ ભાષાઓમાં ગાતા અનેક કન્ટેસ્ટન્ટ્સ આવ્યા હતા જેમાંથી અમે મલેશિયાના 5 ફાઈનલિસ્ટ્સને અલગ અલગ 3 રાઉન્ડની કોમ્પિટિશનમાં મૂલવીને દુબઇ માટે સિલેક્ટ કર્યા છે. મલેશિયાની મલય ભાષા, યમનથી આવેલ અરેબિક ગીત ગાતો યુવાન, ઇંગલિશ, બૉલિવૂડ, તમિલ, પાકિસ્તાનથી આવેલ કવ્વાલી ગાતા, કોરિયન ગાયક અને ટેવ અનેક પ્રતિભાશાળી પરફોર્મસે એડીશન આપ્યા. યુનિવર્સલ આયડલની જ્યૂરી બની આટલી મોટી ઇન્ટરનેશનલ કોમ્પિટિશનના વિનર શોધવાની તક મળી તે મારા માટે ગર્વની વાત છે.` અહીં ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં આ ઓડિશન મુંબઈ, દિલ્હીમાં થશે અને વિવિધ દેશોના સીલેક્ટેડ ફાઈનલિસ્ટ્સના સ્ટુડિયો રાઉન્ડ પછી ફાઈનલ દુબઈમાં આયોજિત કરાશે.


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2025 02:28 PM IST | Kuala Lumpur | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK