Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Nepal Flood: ૫૦૦૦થી વધુ લોકો ગૂમ, તોય કોણ છે આ ૯૦૦ લોકો, જેને શોધવા કમર કસી છે નેપાલ સરકારે

Nepal Flood: ૫૦૦૦થી વધુ લોકો ગૂમ, તોય કોણ છે આ ૯૦૦ લોકો, જેને શોધવા કમર કસી છે નેપાલ સરકારે

Published : 08 September, 2026 12:58 PM | Modified : 08 September, 2026 01:01 PM | IST | Nepal
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Nepal Flood: રિપોર્ટ્સ પ્રમાણે આ ટનલ્સમાં હવાની અવરજવર માટેનો માર્ગ હોવાથી અંદર ફસાયેલા લોકો હજી પણ જીવિત હોઇ શકે છે. તાજતેરમાં જ રેસ્ક્યૂ ટીમ દ્વારા તેમાંથી ચાર લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે.

ટનલની અંદર ફસાયેલા લોકોને શોધી રહેલી રેસ્ક્યૂ ટીમ (ફાઇલ તસવીર)

ટનલની અંદર ફસાયેલા લોકોને શોધી રહેલી રેસ્ક્યૂ ટીમ (ફાઇલ તસવીર)


નેપાલ અને ચીન-તિબેટની બોર્ડર પર આવેલા મહા વિનાશકારી જળપ્રકોપ (Nepal Flood)ને લગભગ એ અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે છતાં હજી પણ અસંખ્ય લોકો લાપતા છે. હજી પણ ખોવાયેલા લોકો માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે આ મહાવિનાશમાં અત્યાર સુધી ૧,૩૯૯થી પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે તો ૫,૪૦૦થી પણ વધારે લોકોનો કોઈ પત્તો લાગ્યો નથી. ક્લાઇમેટ ચેન્જને કારણે ગ્લેશિયર તૂટી જવાથી આ હદ સુધી વિનાશ નોતરનારું પૂર આવ્યું હોવાનું કહેવાય છે.

હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સના વર્કર છે ૯૦૦ લોકો



અહેવાલો પ્રમાણે બોર્ડર પર આવેલા એટલિસ્ટ અગિયાર જેટલા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ ધરાશાયી થઈ ગયા છે અને હવે તે માત્ર કાદવ અને કાટમાળ બનીને રહી ગયા છે. કહેવાઈ રહ્યું છે કે અત્યારે ખાસ તો રેસ્ક્યૂની ટીમો આ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા ૯૦૦ જેટલા કર્મચારીઓને શોધવા પર ફોકસ કરી રહી છે. એમાં પણ ટનલની અંદર ફસાયેલા આશરે ૧૨૧ મજૂરોને શોધવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નેપાલ ડિઝાસ્ટર ઓથોરિટી (Nepal Flood)ના મુખ્ય અધિકારીના કહેવા અનુસાર અત્યારે તેઓનું પૂરેપૂરું ફોકસ `ચિલીમે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ` પર છે. કહેવાય છે કે આ ટનલની અંદર મજૂરો માટે જ્મવાની, રહેવાની અને વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. તે સિવાય અપર ત્રિશુલી 3A અને 3B પ્રોજેક્ટની ટનલ્સમાં પણ ઓક્સિજન પાઇપો અને અન્ય સાધનોને પહોંચાડીને માર્ગ બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. 


લેટેસ્ટ રિપોર્ટ્સ પ્રમાણે આ ટનલ્સમાં હવાની અવરજવર માટેનો માર્ગ હોવાથી અંદર ફસાયેલા લોકો હજી પણ જીવિત હોઇ શકે છે. તાજતેરમાં જ રેસ્ક્યૂ ટીમ દ્વારા તેમાંથી ચાર લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જેનાથી અંદર ફસાયેલા લોકો હજી પણ જીવતા હોઇ તેમણે સમયસર બહાર કાઢીને બચાવી લેવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ગત શનિવારે એક ચીની નાગરિક અને એક નેપાલી મહિલા તેમજ શુક્રવારે બે હાઇડ્રો પાવર વર્કરને બચાવી લેવાયા હતા. આમ, હજી પણ અંદર ફસાયેલા (Nepal Flood) લોકોના પરિવારજનોને આશા છે કે તેમના સ્વજન સહી સલામત બહાર નીકળી જશે.

કેમ આ ૯૦૦ વર્કરને પ્રાયોરિટી સાથે શોધી રહી છે સરકાર?


Nepal Flood: હવે બીજી તરફ એવી પણ ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે આટલા બધા લોકો લાપતા હોવા છતાં નેપાલ સરકાર માત્ર આ ૯૦૦ નાગરિકોને જ કેમ બચાવવાને પ્રાયોરિટી આપી રહી છે. તો એવી ચર્ચાઓ થઈ રહી છે કે આ ૯૦૦ લોકો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં કામ કરનાર વર્કર્સ છે.  અને તેઓ આ પ્રોજેક્ટની બારીકમાં બારીક વિગતોથી માહિતગાર છે. માટે જ નેપાલી સરકારે આ તમામ વર્કર્સને ખોળી કાઢવા માટે કમર કસી છે.

આ સાથે જ તમને જણાવી દઈએ કે ચીનની સરહદે આવેલા તિબેટમાં પણ મોટા પ્રમાણમાં તારાજી (Nepal Flood) સર્જાઈ છે. અહીં પણ ૪૩ લોકોના પ્રાણપંખેરૂ ઊડી ગયા છે અને હજી પણ ૫૧૯ લોકોની કોઈ ભાળ મળી નથી. હાલમાં બંને દેશોની સરહદી વિસ્તારમાં સેના અને રેસ્ક્યૂ એજન્સીઓ અત્યાધુનિક ટેકનોલોજી અને સાધનોની મદદથી લાપતા લોકોને શોધવા રાત-દિવસ પરસેવો પાડી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

08 September, 2026 01:01 PM IST | Nepal | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK