Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Tibet

લેખ

તિબેટિયન આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા

દલાઈ લામાને Z કૅટેગરીની સિક્યૉરિટી

જીવને જોખમ હોવાના ઇન્ટેલિજન્સ ઇન્પુટ બાદ કેન્દ્ર સરકારે લીધો નિર્ણય

14 February, 2025 08:18 IST | Lhasa | Gujarati Mid-day Correspondent
તિબેટના ધરતીકંપે સર્જેલી તારાજીની સાક્ષી પૂરતાં તૂટેલાં ઘરો.

૭.૧ની તીવ્રતાના ધરતીકંપથી ૯૫નાં મોત, ૧૩૦ ઘાયલ

એક પછી એક આફ્ટરશૉકથી લોકોમાં ભય પ્રસરી ગયો, ભારતમાં પણ ધરતીકંપના આંચકાની અસર થઈ : તિબેટમાં ૩ કલાકમાં ૫૦ વાર ધરતી ધણધણી, ૧૦૦૦ ઘર જમીનદોસ્ત

08 January, 2025 11:41 IST | Tibet | Gujarati Mid-day Correspondent
ભૂકંપની પ્રતીકાત્મક તસવીર

છેલ્લા ઘણા રેકોર્ડ તોડ્યા, નેપાળમાં 7.1ની તીવ્રતાએ ધ્રુજી ધરતી, ભારતમાંય અસર

Nepal Earthquake: ૭.૧ની તીવ્રતાના આ ભૂકંપની અસર છેક દિલ્હી-એનસીઆર અને ઉત્તર ભારતના પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળી હતી. 

07 January, 2025 08:17 IST | Nepal | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અફઘાનિસ્તાને જાહેર કર્યું તાલિબાની ફરમાન

વ્યભિચારના કેસમાં મહિલાની પથ્થરો મારીને હત્યા કરવામાં આવશે

30 March, 2024 01:59 IST | Washington | Gujarati Mid-day Correspondent

ફોટા

લગ્ન માટે તૈયાર થયેલી કન્યાઓ સાથે ધર્મિષ્ઠા પટેલ - તસવીર સૌજન્ય ધર્મિષ્ઠા પટેલ

ચાલો ફરવાઃ જાણો કેમ દ્રોપદીની જેમ અહીં સ્ત્રીને હોય છે એકથી વધુ પતિ

કિન્નોરની બ્યૂટી જ નહીં પણ તેમની રહેણીકરણી, કલ્ચર, હેરિટેજ, ટ્રેડિશન પણ પ્રવાસીઓને આકર્ષશે છે. ત્યારે એક એવી સંસ્કૃતિ અને પ્રથા સાથે હું રુબરુ થવા જઈ રહી હતી. જે મને જિંદગીભર યાદ રહેવાની હતી. એક એવી પ્રથા સામે આવવાની હતી જેનાથી હું સાવ અજાણ હતી. આ પ્રથાની સાક્ષી બનવાનો એક અનુભવ મારી સાથે જોડાવાનો હતો. એક એવી પ્રથા જે મહાભારત કાળથી ચાલી આવી રહી છે. અહીં કેમ દ્રોપદી પ્રથાને અનુસરતા એક સ્ત્રીના એક થી વધારે પતિ હોય છે? આ મોટા લગ્ન અને નાના લગ્ન શું છે? જેવા અનેક સવાલો જન્મ્યા. પત્રકારનો જીવ એટલે મેં જવાબ શોધવાના પ્રયાસો શરુ કર્યા. મને આ પ્રથાને લઈને જે જવાબ મળ્યા છે તે હું તમારી સાથે વહેંચી રહી છું. ચાલો ફરવાઃ જ્યારે એક પત્રકાર ટ્રેકર બને ત્યારે- એક ખાસ નવી પેશકશ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમના વાચકો માટે.  ધર્મિષ્ઠા પટેલ, એક ધુંઆધાર પત્રકાર રહી ચુક્યાં છે. તે જેમ કહે છે કે ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી એટલે બહુ પ્રવાસ ન ખેડ્યો. પત્રકારત્વમાં રસ પડ્યો અને થયું કે પત્રકાર બને તો ટ્રાવેલિંગ કરવા પણ મળશે. ગુજરાતના પત્રકારત્વમાં ટ્રાવેલ જર્નાલિઝમ જેવું કંઈ નહોંતુ. એન્ટરટેઈમેન્ટ રિપોર્ટિંગ દરમિયાન અલગ અલગ શહેરમાં જવાનો મોકો મળતો ત્યારે તે જે તે શહેરમાં જરા રોકાણ લંબાવી તે સ્થળને એક્સપ્લોર કરતાં. 2013 અને 2014માં બે વાર ‘વેલી ઑફ ફ્લાવર્સ’નો ટ્રેક બુક કર્યો પણ ઉત્તરાખંડમાં તે જ જગ્યાએ ભૂસ્ખલન થયું હતુ તો બન્ને વાર ટ્રેક કેન્સલ થયો. ` તેમના જ શબ્દોમાં તેમની વાત જાણીએ તો, “ એક સમય એવો આવ્યો કે હું પત્રકારત્વના કામમાં એટલી વ્યસ્ત થઈ કે આ શોખ જાણે ક્યારે અભરાઈયે મુકાઈ ગયો ખબર ન પડી. તમે ખરા દિલથી કંઇ ચાહો તે એ થાય જ, એ માટે પરિસ્થિતિઓ પણ સર્જાય. કામની વ્યસ્તતાએ એવી સ્થિતિ સર્જી કે મને કામમાંથી બ્રેક લેવાનું મન થયું. ત્યારે વર્ષોથી મનના ક્યાંય ખૂણામાં પડેલી ટ્રેકિંગની ઈચ્છાને ફરી પુરી કરવાનું મન થયું.” તેઓ કહે છે, “મેં જ્યાં શોખને છોડ્યો હતો ત્યાંથી જ શરુ કર્યો એટલે કે ‘વેલી ઑફ ફ્લાવર્સ ’વર્ષ 2017માં મેં મારો પહેલો હિમાલયન ટ્રેક ‘વેલી ઑફ ફ્લાવર્સ’ કમ્પ્લિટ કર્યો. ત્યારે મને ટ્રાવેલિંગ જેટલી જ કદાચ એના કરતા વધુ મજા પડી. કેમ કે ટ્રેકિંગમાં થોડી ધણી ચેલેન્જ હોય છે. આ રીતે મે ટ્રેકિંગ શરુ કર્યુ. ટ્રેકિંગના શોખને લીધે મે હિમાલયન માઉન્ટેનયરિગં ઈન્સ્ટિટ્યુટ (એચએમઆઈ) માંથી બેઝિક માઉન્ટેનયરિંગનો કોર્સ પણ કર્યો. તાજેતરમાં જ મેં માઉન્ટ રીનોક એક્સપિડિશન પણ કમ્પલિટ કર્યુ છે.” ધર્મિષ્ઠા પટેલે વર્ષ 2009માં મે ગુજરાત વિદ્યાપીઠમાંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં માસ્ટર કર્યું. વર્ષ 2010થી 2022 દરમિયાન અભિયાન મેગેઝિન, સંદેશ અને દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપરમાં રિપોર્ટર તરીકે ફીચર, એન્ટરટેઈમેન્ટ, ક્રાઈમ, કોર્ટ, સ્પેશિયલ સ્ટોરી અને પૉઝિટીવ સ્ટોરીઝ જેવાં બીટમાં કામ કર્યુ. વીટીવી વેબસાઈટમાં મે એઝ સબએડિટર નેશનલ અને ઈન્ટરનેશન ન્યૂઝ બીટ સંભાળીને જ્યારે મુંબઇ શિફ્ટ થયા પછી વીટીવી માટે ફ્રિલાન્સ કામ કર્યું. હાલ ફુલટાઈમ એક જ નોકરી કરે છે તે છે - ટ્રાવેલિંગ. તેમણે પોતાના આ અનુભવો ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરવાનું નક્કી કર્યું છે. તેમની કહાની, તેમની જુબાની અને તેમના કેમેરાએ ક્લિક કરેલી અફલાતુન તસવીરો પેશ છે ખાસ તમારે માટે. (તસવીરો - ધર્મિષ્ઠા પટેલ)

04 November, 2022 02:34 IST | Mumbai | Chirantana Bhatt

વિડિઓઝ

MEAએ બ્રહ્મપુત્રા હાઇડ્રો પ્રોજેક્ટ માટે ચીનને વિનંતી કરી

MEAએ બ્રહ્મપુત્રા હાઇડ્રો પ્રોજેક્ટ માટે ચીનને વિનંતી કરી

ચીનના ડેમ પ્રોજેક્ટ પર, MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “અમે ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં યારલુંગ ત્સાંગપો નદી પરના હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અંગે 25 ડિસેમ્બર 2024ના રોજ સિન્હુઆ દ્વારા જાહેર કરેલી માહિતી જોઈ છે. નદીના પાણી પર પ્રસ્થાપિત વપરાશકર્તા અધિકારો સાથે નદીના નીચા પ્રદેશના રાજ્ય તરીકે, અમે નિષ્ણાત-સ્તર તેમજ રાજદ્વારી માધ્યમો દ્વારા, તેમના પ્રદેશમાં નદીઓ પરના મેગા પ્રોજેક્ટ્સ અંગે ચીનના પક્ષ સમક્ષ અમારા મંતવ્યો અને ચિંતાઓ સતત વ્યક્ત કરી છે. તાજેતરના અહેવાલને પગલે પારદર્શિતા અને ડાઉનસ્ટ્રીમ દેશો સાથે પરામર્શની જરૂરિયાત સાથે આનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે. ચીનના પક્ષને એ સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે કે બ્રહ્મપુત્રાના ડાઉનસ્ટ્રીમ રાજ્યોના હિતોને અપસ્ટ્રીમ વિસ્તારોની ગતિવિધિઓથી નુકસાન ન થાય. અમે નિરીક્ષણ કરવાનું ચાલુ રાખીશું અને અમારા હિતોના રક્ષણ માટે જરૂરી પગલાં લઈશું." હોટન પ્રીફેક્ચરમાં ચીનની બે નવી કાઉન્ટીઓ વિશે, MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “અમે ચીનના હોટન પ્રીફેક્ચરમાં બે નવી કાઉન્ટીઓની સ્થાપના સાથે સંબંધિત જાહેરાત જોઈ છે. આ કહેવાતા કાઉન્ટીઓના અધિકારક્ષેત્રના ભાગો ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં આવે છે. અમે આ વિસ્તારમાં ભારતીય ક્ષેત્ર પર ગેરકાયદેસર ચીની કબજો ક્યારેય સ્વીકાર્યો નથી. નવી કાઉન્ટીઓનું નિર્માણ ન તો આ વિસ્તાર પરના આપણા સાર્વભૌમત્વને લગતી ભારતની લાંબા ગાળાની અને સુસંગત સ્થિતિ પર અસર કરશે અને ન તો તેના પર ચીનના ગેરકાયદે અને બળજબરીપૂર્વકના કબજાને કાયદેસરતા આપશે. અમે રાજદ્વારી માધ્યમો દ્વારા ચીની પક્ષ સામે ગંભીર વિરોધ નોંધાવ્યો છે.”

04 January, 2025 06:32 IST | New Delhi
તિબેટીયન નેતાએ યુએસ કૉંગ્રેસના પ્રતિનિધિમંડળની દલાઈ લામા સાથેની મુલાકાતને વખાણી

તિબેટીયન નેતાએ યુએસ કૉંગ્રેસના પ્રતિનિધિમંડળની દલાઈ લામા સાથેની મુલાકાતને વખાણી

ભૂતપૂર્વ હાઉસ સ્પીકર નેન્સી પેલોસી સહિત કૉંગ્રેસમૅન માઈકલ મેકકોલની આગેવાની હેઠળનું એક દ્વિપક્ષીય યુએસ કૉંગ્રેસનું પ્રતિનિધિમંડળ 20 જૂનના રોજ ધર્મશાલા પહોંચ્યું હતું અને દલાઈ લામા સાથે મુલાકાત કરી હતી. સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશનના ભૂતપૂર્વ પ્રમુખ, લોબસાંગ સાંગેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામા સાથે યુનાઈટેડ સ્ટેટ્સ કૉંગ્રેસના પ્રતિનિધિમંડળની મુલાકાતે ચીનના વિરોધ છતાં સત્ય અને ન્યાયની હિમાયત કરવા માટે યુએસની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી. “હું કૉંગ્રેસના ભૂતપૂર્વ સ્પીકર નેન્સી પેલોસીના નેતૃત્વમાં યુએસ પ્રતિનિધિમંડળ અને આ હાઉસવોર્મિંગ રિલેશનશિપ કમિટીના અધ્યક્ષ માઈકલ મેકકોલથી ખૂબ જ ખુશ છું. તે ખૂબ જ પાવરહાઉસ છે, દ્વિપક્ષીય બંને રિપબ્લિકન ડેમોક્રેટ્સ સમગ્ર ખંડોમાં ધર્મશાલા આવવા, તેમની પવિત્રતા સાથે મળવા, તેમના આશીર્વાદ મેળવવા, એટલે કે, યુએસ સરકાર અને તિબેટ માટે લોકોના સમર્થનને દર્શાવવા માટે આવ્યા છે. આ બહુ મોટી વાત છે. તેઓએ બીજિંગને એક ખૂબ જ શક્તિશાળી સંદેશ મોકલ્યો કે તમે તિબેટિયનો પર કબજો કરવાનો અને દબાવવાનો પ્રયાસ ચાલુ રાખશો, પરંતુ અમેરિકા સત્ય અને ન્યાય માટે બોલતું રહેશે, ”લોબસાંગ સાંગેએ કહ્યું.

21 June, 2024 04:24 IST | Thimphu

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK