અમેરિકાના લૉસ ઍન્જલસમાં લાગેલી આગમાંથી પોતાના લક્ઝુરિયસ ઘરને બચાવવા માટે અબજપતિઓ પ્રાઇવેટ ફાયર ફાઇટર્સની સેવા લઈ રહ્યા છે
લૉસ ઍન્જલસની નજીક આવેલા પૅસિફિક પાલિસેડ્સમાં આગને લીધે ખાખ થયેલાં ઘર અને ગાડીઓ.
અમેરિકાના લૉસ ઍન્જલસમાં લાગેલી આગમાંથી પોતાના લક્ઝુરિયસ ઘરને બચાવવા માટે અબજપતિઓ પ્રાઇવેટ ફાયર ફાઇટર્સની સેવા લઈ રહ્યા છે અને એ માટે તેઓ દર કલાકના આશરે ૧.૭૦ લાખ રૂપિયા ચૂકવી રહ્યા છે.
આવી સર્વિસ આપતી કંપનીઓ પ્રીમિયમ ચાર્જ પર આ સુવિધા આપી રહી છે. ઘણી વાર તો ઇન્શ્યૉરન્સ કંપનીઓ પણ અતિ મોંઘાં ઘરોને આગથી બચાવવા માટે આ સેવા પૂરી પાડી રહી છે. આમ કરવાથી તેમને આગ બાદ મોટા દાવા ચૂકવવામાંથી છુટકારો મળી શકે છે.
ADVERTISEMENT
વાઇલ્ડફાયર ડિફેન્સ સિસ્ટમ્સ કંપનીઓ અથવા પ્રાઇવેટ ફાયર ફાઇટર્સ ઘરોને આગથી બચાવવા માટે એની ફરતે પાણી અથવા આગ ન લાગે એવાં કેમિકલ છાંટે છે અને ઘરની આસપાસનાં વૃક્ષોને ફાયરપ્રૂફ મટીરિયલથી ઢાંકી દે છે. તેઓ ૨૪ કલાક ઘરનું રક્ષણ કરે છે. તેમની પાસે પોતાનાં વૉટર-ટૅન્ક, ફાયર રિટાર્ડન્ટ જેલ અને ફાયર ફાઇટિંગ સિસ્ટમ ઉપલબ્ધ હોય છે.
અમેરિકામાં આવી પ્રાઇવેટ સર્વિસ ઉપલબ્ધ છે અને ઘણા લોકો પોતાની પ્રૉપર્ટીને સુરક્ષિત રાખવા માટે તેમની સેવા લે છે. જોકે આવી પ્રવૃત્તિ સામે હવે લોકોમાં આક્રોશ છે.