Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આ દાયકાના અંત સુધીમાં આપણને ખતમ કરી શકશે

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આ દાયકાના અંત સુધીમાં આપણને ખતમ કરી શકશે

Published : 10 September, 2026 07:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવી ચેતવણી આપીને ટોચની AI કંપની ઍન્થ્રોપિકમાંથી રાજીનામું આપી દીધું એક અગ્રણી રિસર્ચરે

જેકબ કૉક્સન

જેકબ કૉક્સન


આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ને લગતાં સેફ્ટી અને રિસર્ચ માટેની કંપની એન્થ્રોપિકના ૨૭ વર્ષના રિસર્ચર જેકબ કૉક્સને કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે, કારણ કે તેને ડર છે કે AI લૅબ્સ એવી સિસ્ટમ બનાવી રહી છે જે થોડાં વર્ષોમાં માનવજીવનનો નાશ કરી શકે છે. અગાઉ ઓપન AI છોડી દેનારા જેકબ કૉક્સને ગઈ કાલે સવારે એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે ‘હું અૅન્થ્રોપિક છોડી રહ્યો છું, કારણ કે આ AI કંપનીઓ સુપરઇન્ટેલિજન્સ સુધારવાની ઉતાવળમાં જીવન સાથે જુગાર રમી રહી છે. મેં છેલ્લાં ત્રણ વર્ષ ઓપન AI અને અૅન્થ્રોપિક બન્નેમાં સંશોધન કરવામાં વિતાવ્યાં છે. કોઈ પણ કંપની જવાબદારીપૂર્વક કાર્ય કરી રહી નથી.’

કૉક્સને AI સિસ્ટમ્સની શક્તિને ઓછી આંકવા સામે ચેતવણી આપી હતી અને આગાહી કરી હતી કે ‘આ સિસ્ટમ્સ ટૂંક સમયમાં કંઈ પણ હૅક કરી શકશે, રાતોરાત કોઈ પણ ક્ષેત્રમાં ક્રાન્તિ લાવી શકશે અને વાસ્તવિક શક્તિ અને સંસાધનો મેળવી શકશે. આ સુપરઇન્ટેલિજન્ટ AI સિસ્ટમો ફક્ત થોડા વર્ષોમાં માનવતાનો અંત લાવી શકે છે અને તેમને બનાવનારા લોકો આ વાતથી વાકેફ છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2026 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK