Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > HSRP વિનાનાં ૫૭,૮૮૮ વાહનો પકડાયાં- ટોટલ ૧.૧૬ કરોડ રૂપિયાનો દંડ

HSRP વિનાનાં ૫૭,૮૮૮ વાહનો પકડાયાં- ટોટલ ૧.૧૬ કરોડ રૂપિયાનો દંડ

Published : 10 September, 2026 08:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં સૌથી વધુ વડાલાની રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) દ્વારા ૨૪૧૫ વાહનો HSRP વગર ઝડપાયાં હતાં

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ


સુપ્રીમ કોર્ટ દ્વારા ૨૦૧૯ પહેલાં રજિસ્ટર થયેલાં વાહનોમાં જૂની નંબર-પ્લેટ હટાવીને નવી હાઈ સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) બેસાડવા માટે આપવામાં આવેલી ૩૦ જૂનની મુદત પૂરી થયા બાદ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા નિયમનું પાલન ન કરનારાઓ વિરુદ્ધ આખા મહારાષ્ટ્રમાં કાર્યવાહી આરંભવામાં આવી છે. પહેલી જુલાઈથી ૩૦ ઑગસ્ટ દરમ્યાન પોલીસે HSRP ન હોય અેવાં ૫૭,૮૮૮ વાહનોના ડ્રાઇવરો વિરુદ્ધ કાર્યવાહી કરી તેમને દંડ ફટકાર્યો હતો. છેલ્લા બે મહિનામાં તેમની પાસેથી દંડ તરીકે વસૂલવામાં આવેલી રકમ ૧.૧૬ કરોડ રૂપિયા હોવાનું ટ્રાફિક-ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે નિયમનું પાલન ન કરનારા લોકોને ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધી નાશિકમાં સૌથી વધુ ૫૩૩૯ વાહનો HSRP વિનાનાં ડિટેક્ટ થયાં હતાં, જ્યારે HSRP ન હોય એવાં સૌથી ઓછાં વાહનો હિંગોળીમાં ૧૧૮ ડિટેક્ટ થયાં હતાં તો સૌથી વધુ ૪૬.૪ લાખ રૂપિયા દંડ થાણેકરોએ ભર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2026 08:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK