Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લંડનની સડકો પર કૅઝ્યુઅલ લુકમાં લટાર મારતાં જોવા મળ્યાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

લંડનની સડકો પર કૅઝ્યુઅલ લુકમાં લટાર મારતાં જોવા મળ્યાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

Published : 10 September, 2026 03:50 PM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સમયે ઍક્ટ્રેસે ગળામાં પહેરેલી તુલસી કંઠીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા


અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલમાં કૅઝ્યુઅલ લુકમાં લંડનની સડકો પર સાથે ફરતાં જોવા મળ્યાં હતાં. આ સમયે તેમની તસવીરોએ સોશ્યલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સામાન્ય રીતે પોતાની પર્સનલ લાઇફને કૅમેરા અને જાહેર ચર્ચાથી દૂર રાખતું આ કપલ આ વખતે એકદમ સામાન્ય અંદાજમાં જોવા મળ્યું હતું. તેમના આઉટિંગમાં કોઈ ખાસ દેખાડો કે તૈયારી જોવા મળી નહોતી અને બન્ને એક સામાન્ય કપલની જેમ વૉકનો આનંદ માણતાં નજરે પડ્યાં હતાં. આ આઉટિંગમાં વિરાટ અને અનુષ્કા બન્ને એકબીજાનો હાથ પકડીને ચાલતાં જોવા મળ્યાં હતાં. આ સમયે લોકોએ અનુષ્કાએ ગળામાં પહેરેલી તુલસી કંઠીની પણ નોંધ લીધી હતી. ફૅન્સને અનુષ્કાનો આ અંદાજ ખૂબ પસંદ આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2026 03:50 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK