Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > 70 વર્ષ બાદ બ્રિટનને મળ્યાં નવા કિંગ, પ્રિન્સ ચાર્લ્સને મળી રાજગાદી

70 વર્ષ બાદ બ્રિટનને મળ્યાં નવા કિંગ, પ્રિન્સ ચાર્લ્સને મળી રાજગાદી

Published : 06 May, 2023 06:28 PM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કિંગ ચાર્લ્સ IIIએ વેસ્ટમિંસ્ટર એબી ખાતે શપથ લીધા છે, જે દરમિયાન તેમણે કહ્યું કે, “હું અહીં સેવા લેવા નહીં, સેવ કરવા આવ્યો છું.”

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


કિંગ ચાર્લ્સ III (King Charles III)એ વેસ્ટમિંસ્ટર એબી ખાતે શપથ લીધા છે, જે દરમિયાન તેમણે કહ્યું કે, “હું અહીં સેવા લેવા નહીં, સેવ કરવા આવ્યો છું.” હાલ સ્ટમિન્સ્ટર એબી ખાતે સંગીતમય વાતાવરણ છે અને મોટી સંખ્યામાં મહેમાનો આવી પહોંચ્યા છે. ઘણા દેશોની પ્રખ્યાત હસ્તીઓ અહીં પહોંચી છે, જેમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બિડેન સામેલ છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીય (Elizabeth II)નું ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અવસાન થયું હતું, ત્યારબાદ રાજા ચાર્લ્સ ત્રીજાને બ્રિટનના નવા રાજા જાહેર કરવામાં આવ્યા હતા.

અગાઉ પીએમ ઋષિ સુનક દેશે કહ્યું હતું કે, આ રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ છે. તેમણે કહ્યું, “કિંગ ચાર્લ્સ III અને રાણી કેમિલાનો રાજ્યાભિષેક અસાધારણ રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ હશે.”



આ સમારોહમાં હાજરી આપવા માટે ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને તેમના પત્ની ડૉ. સુદેશ ધનખર પણ શુક્રવારે લંડન પહોંચ્યાં છે. સમારોહ માટે લગભગ 2,000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.


રાજ્યાભિષેક સમારોહ અંગે ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે માહિતી આપી હતી કે અહીં એવો રિવાજ છે કે શરૂઆતમાં બાઈબલના કેટલાક ફકરાઓ વાંચવામાં આવશે. સૌ પ્રથમ, યુકેના પીએમ ઋષિ સુનક રાજા ચાર્લ્સ IIIના રાજ્યાભિષેક દરમિયાન બાઇબલમાંથી કેટલાક અંશો વાંચશે. સુનક હિંદુ ધર્મને અનુસરનાર બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન છે. આવી સ્થિતિમાં, તેમનું બાઇબલના અમુક ભાગનું વાંચન બહુ-આસ્થાને દર્શાવે છે.

આ પણ વાંચો: કિંગ ચાર્લ્સ આજે રાજ્યાભિષેક બાદ ૭૨૩ વર્ષ જૂના સિંહાસન પર બેસશે


પાંચ ખાસ વાતો

  1. 12 મે 1937ના રોજ રાજા જ્યોર્જ VI અને રાણી એલિઝાબેથના રાજ્યાભિષેક માટે `થ્રોન ચેર્સ`નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે રાણી એલિઝાબેથ IIના મૃત્યુ પછી રાજા ચાર્લ્સ IIIના રાજ્યાભિષેકની ધાર્મિક પુષ્ટિ છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અવસાન થયું હતું, જે બાદ કિંગ ચાર્લ્સ ત્રીજાને બ્રિટનના નવા રાજા જાહેર કરવામાં આવ્યા હતા.
  2. આ ઐતિહાસિક ઘટનામાં કિંગ ચાર્લ્સ IIIએ વેસ્ટમિન્સ્ટર એબી ખાતે શપથ લીધા હતા, જે દરમિયાન તેમણે કહ્યું હતું કે `હું અહીં સેવા લેવા નહીં, સેવા કરવા આવ્યો છું.”
  3. રાજ્યાભિષેક સમારોહ દરમિયાન કિંગ ચાર્લ્સ IIIને શપથ લેવડાવવામાં આવ્યા હતા, જેમાં કિંગ ચાર્લ્સ IIIએ પવિત્ર ગોસ્પેલ પર હાથ રાખીને શપથ લીધા હતા કે તેઓ કાયદા અને ચર્ચ ઑફ ઈંગ્લેન્ડને સમર્થન આપશે.
  4. સ્પેનના રાજા ફિલિપ છઠ્ઠા, મોનાકોના પ્રિન્સ આલ્બર્ટ, કિંગ અબ્દુલ્લા II અને જોર્ડનનાં રાણી રાનિયા પણ સમારોહમાં હાજરી આપવા પહોંચ્યાં છે.
  5. કિંગ ચાર્લ્સ IIIના રાજ્યાભિષેક માટે લગભગ 2,000 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જે રાણી એલિઝાબેથ IIના રાજ્યાભિષેક કરતાં ઘણા ઓછા છે.
Whatsapp-channel Whatsapp-channel

06 May, 2023 06:28 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK