અંગ્રેજોની શાનમાં આજે પણ વધારો કરે છે ભારતીય હીરા. આમ કહેવા પાછળ માત્ર કોહીનૂરની વાત નથી પણ આજેય જ્યારે યુકેની એક લાઇફ સ્ટાઇલ લક્ઝરી બ્રાન્ડ કંપનીએ બ્રિટનનાં ક્વીન એલિઝાબેથ IIની પહેલી પૂણ્યતિથિ નિમિત્તે કંઇક ખાસ કરવાનું નક્કી કર્યું ત્યારે તેમણે ભારત તરફ જ નજર દોડાવી. ગયા વર્ષે 8મી સપ્ટેમ્બરે ક્વીન એલિઝાબેથ IIનું 96 વર્ષની વયે નિધન થયું હતું. બ્રિટનના ઈતિહાસમાં 70 વર્ષ એટલે કે સૌથી લાંબો સમય શાસન કરનારાં આ રાજવીના માનમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ એક યુનિક ક્રાઉન કોઈન બનાવવાનું નક્કી કર્યું અને તેમાં ભારતની જ નહીં પણ વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવતી અને અવ્વલ દરજ્જાની ગણાતી ડાયમંડ મેન્યુફેક્ચરર કંપની રોઝી બ્લુનો બહુ મોટો હાથ છે. ક્વીન એલિઝાબેથ iiની પહેલી પૂણ્યતિથિએ સાડા ત્રણ કિલો સોનું અને છ હજારથી વધુ હીરા ધરાવતા આ ક્રાઉન કોઇનનું ઉદ્ઘાટન થયું હતું. (તસવીર સૌજન્ય - રોઝી બ્લુ અને ધી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ)
05 October, 2023 09:28 IST | Mumbai | Chirantana Bhatt