૭૦૭૦ ટન કચરો નીકળ્યો : જુદાં-જુદાં ૧૩ સ્થળોએ નદીની સપાટીથી ઊંડાઈ સુધી થઈ સફાઈ
વડોદરામાં વિશ્વામિત્રી નદીકાંઠેથી હટાવવામાં આવી રહેલો કચરો
મધ્ય ગુજરાતની સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરામાં ચોમાસાની આ સીઝનમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂર બાદ વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશને પહેલી વાર શહેરમાં નદીકાંઠે ૧૩ જેટલાં સ્થળોએ વર્ટિકલ ક્લીનિંગ એટલે કે નદીની સપાટીથી ઊંડાઈ સુધીની સફાઈ કરીને ૭૦૭૦ ટન કચરો કાઢ્યો હતો. નદીકાંઠે કેટલીક જગ્યાએ તો આઠથી ૧૫ મીટર સુધીની ઊંડાઈ સુધીના કચરાના થર જામી ગયા હતા એ હટાવ્યા હતા.
વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કહ્યું હતું કે ‘નદીકાંઠે ૧,૭૩,૭૪૦ ચોરસ મીટર વિસ્તારમાંથી સરેરાશ ૩ મીટર ઊંડાઈ સુધી કચરા અને કાટમાળના ઢગલાને હટાવવામાં આવ્યા હતા અને નદીના વહેણને સરળ બનાવવામાં આવ્યું છે.’